________________
પ્રકાશકીય નિવેદન સ્વ. શેઠશ્રી અમૃતલાલ કાલીદાસ દેશી પ્રતિક્રમણસૂત્રો ઉપર સંશોધન કરી રહ્યા હતા ત્યારે કાન્સ વિધિ જેમાં અવિનાભાવે સંકળાયેલી છે તે અરિહંત પરમાત્માના નામ સ્મરણ માટેના “લેગસ” અને સ્વરૂપચિંતન માટેના “અરિહંત-ચેઈયાણું – બન્ને ઉપાસના-સૂત્રો પ્રતિ તેઓનું લક્ષ્ય ખેંચાયું હતું તેઓએ જાણ્યું કે બને સૂત્રોમાં ભક્તિ-રસ પ્રધાન હતું અને સૂત્ર-રચનાઓમાંથી જિનેશ્વરની ઉપાસનાના સ્વરૂપની ઝાંખી મળતી હતી. તે સૂત્રો સાથે સંકલન પામેલી કાયોત્સર્ગની વિધિમાં યેગમાર્ગમાંના પાંચમા અંગ પ્રત્યાહારનું સામ્ય જણાતું હતું કાર્યોત્સર્ગમાં સ્થિર થતાં પહેલાં “ઈરિયાવહી” અને “તસ ઉત્તરીકરણના સૂત્રખંડોના પાઠો આવે છે. નાનામાં નાની જીવ વિરાધનાને દુકૃત સમજવું અને તે અગેને પશ્ચાત્તાપ કરી તે સંબંધમાં ફરીથી વિશેષ કાળજીપૂર્વક વર્તવાને નિર્ણય ઇરિયાવહીમાં રહેલું છે. ગત જીવનનું નિરીક્ષણ કરી તેમાં રહેલા સત્ અને અસત્ અંશે જુદા પાડી તેનું આત્મનિરીક્ષણ કરી તે ફરી ન કરવાને–પાપસ્થાન કે પ્રમાદસ્થાનમાંથી પાછા ફરવાને-પ્રતિક્રમણ કરવાનો ભાવશુદ્ધિને નિર્ણય “ઈરિયાવહી – સૂત્રમાં તેઓને જણાય હતે.
પાપકર્મોની આલેચના કર્યા વગર ચિત્તના ભાવે શુદ્ધ થાય નહીં અને તે પ્રમાણે થયા વગર ચિત્ત શુભધ્યાનમાં સ્થિર થઈ શકે નહીં'- તે સિદ્ધાન્ત ઈતર ધર્મોમાં પણ માન્ય હોવાથી પશ્ચાત્તાપનું મહત્ત્વ તે ધર્મોમાં સ્પષ્ટ જોવા મળે છે, પરંતુ ધ્યાન માટેની સુયોગ્ય ચિત્તભૂમિકા નિર્માણ કરવા માટે, સાવદ્ય વ્યાપારમાં અનિચ્છા છતાં પણ અંતરના ઊંડાણમાં શલ્યરૂપે પડેલા દોષના કારણે આંતર પ્રેરણાથી અશુભમાં પ્રવૃત્ત થયા વગર મન રહી શકતું ન હોય ત્યારે તેનું મૂળમાંથી નિવારણ કરવા માટે “તસ્સ ઉત્તરીકરણ – સૂત્રખંડમાં ત્રણ ઉત્તરક્રિયાઓ–મને વૈજ્ઞાનિક પ્રક્રિયાઓપ્રાયશ્ચિત્તકરણ, વિશુદ્ધીકરણ અને વિશલ્યીકરણ આપવામાં આવી છે. પ્રથમ કરેલા પાપની પુનઃ પુનઃ આલેચના કરી જે કાયા પ્રમાદવશ તે પાપકર્મોમાં કારણભૂત બની હતી તેને દંડ દેવા રૂપે અથવા તે તેને ધ્યાનની પૂર્વાવસ્થાની સાધનાના અંગ તરીકે કાર્યોત્સર્ગમાં રિથર કરીને, ચિત્તની ગહરાઈમાં ઊંડા ઊતરીને તેમાં સંચિત થયેલા આંતરમળને કેવી
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org