________________
૫
સમજે કે તારા સુખ-દુઃખનો કર્તા તું જ છે તો આ વિવશતાનો ઉપાય જરૂર સૂઝશે.’' આ સિદ્ધાંત સમજવા માટે પ્રથમ જરૂર છે આ વિશ્વતંત્રની રચના અને તેની કાર્યપદ્ધતિ સમજવાની, કેમકે તે સમજવાથી જ આપણી વિષમતાઓનો ઉપાય હાથ લાગી શકે.
“હું કોણ છું, ક્યાંથી થયો ?”
દરેક વિચારવંત વ્યક્તિના જીવનમાં એક સમય તો એવો આવે છે કે તેને પ્રશ્નો થાય કે સંસારના આ વિશાળ ફલક ઉપર જે વિવિધ ઘટનાઓ ચાલી રહી છે તે કેવી રીતે ચાલતી રહેતી હશે ? તેનું શું પ્રયોજન હશે ? તે બધું આપણને અને આપણા પછીની પ્રજાને ક્યાં લઈ જશે ? કોઈ વાર એમ પણ વિચાર આવે કે આ જીવનનું શું પ્રયોજન હશે ? આપણે જન્મ્યા, વિવિધ પ્રકારનો જીવન વ્યવહાર ચલાવ્યો, પ્રજોત્પતિ કરી, પાપ-પુણ્ય કર્યા, સાજા-માંદા થયા, ઘડપણ આવ્યું, પછી મૃત્યુ આવ્યું અને માસ બે માસમાં ભુલાઈ જવાના. સંસારના આ જાતના ક્રમ પાછળ કોઈ હેતુ ખરો ? શ્રીમદ્ રાજચંદ્રજીએ પુછયું, ‘‘હું કોણ છું, ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું ? કોના સંબંધે વળગણા છે, રાખું કે એ પરિહરું ?’’ એક વૈદિક ઋષિએ પુછયું, હિં હારનં દ્રા! ભુતઃ સ્મ જ્ઞાતા નીવામ વ્હેન તત્ત્વ = સંપ્રતિષ્તિાઃ। વ્હેન સુવેતદેવુ વર્તમĚ।। અર્થાત્ : ‘‘શું આ વિશ્વનું કારણ બ્રહ્મ છે ? આપણે ક્યાંથી ઉત્પન્ન થયા, શા માટે જીવી રહ્યા છીએ ? ક્યાં છીએ ? શાથી સુખદુ:ખમાં વર્તીએ છીએ ?” કોઈ પણ બુદ્ધિજીવી શોધકને આવા પ્રશ્નો થાય તે સ્વાભાવિક છે.
અનાદી-અનંત ચૈતન્ય શક્તિ
સંસારની તમામ પ્રકારની ઘટનાઓના ક્રમનો ઝીણવટથી અભ્યાસ કરીને તત્ત્વજ્ઞોએ જોયું કે સંસારની તમામ વસ્તુઓ તેમજ ઘટમાળો ‘ઉત્પતિ’, ‘સ્થિતિ’ અને ‘લય’ને પાત્ર છે. અને જેને ‘સ્થિતિ’નું પરિણામ આપણે કહીએ છીએ તે
Jain Education International 2010_04
જૈન દર્શનની રૂપરેખા
For Private & Personal Use Only
www.jainelibrary.org