________________
(૩) પાપ (૪) પુણ્ય (૫) આસ્રવ (૬) બંધ (૭) સંવર (૮) નિર્જરા (૯) મોક્ષ. જે આ નવ તત્ત્વોને સારી રીતે સમજે તે “મોક્ષની પ્રક્રિયાને બરાબર સમજે.
જીવ, અજીવ, પાપ અને પુણ્યની ચર્ચા થઈ. આ પાપ-પુણ્યની સતત આવતી સરવાણીને “આગ્નવ' કહે છે અને આ જાતના આગ્નવને પરિણામે કર્મ-બંધ જીવને થાય છે. આ કર્મ-બંધને લઈને જીવ સુખદુઃખ, આશા-નિરાશા, શારીરિક અને માનસિક વિપત્તિ અને જન્મ-મરણની અવસ્થાઓમાંથી પસાર થવું પડે છે. આ બધા કંકોમાંથી છૂટ્યા સિવાય શાશ્વત સુખ ઝાંઝવાના જળ જેવું છે એવી ખાતરી માણસને એક વાર થઈ જાય ત્યારે તેના જીવનમાં પરિવર્તન શરૂ થાય છે. આ પરિવર્તન પક્વ થાય ત્યારે શું કરવું? તેનો જવાબ સાતમા અને આઠમા તત્ત્વની સમજણથી મળી શકે છે.
સાતમું તત્ત્વ “સંવર' છે. સમ્ + વૃએટલે ઘેરી લેવું. કર્મના આગ્નવની સરવાણી બધી બાજુએથી આવતી બંધ કરી દેવી એટલે કે નવા કર્મોનું ઉપાર્જન ન થાય તેવા ભાવ અને પ્રવૃત્તિ જીવનમાં અપનાવવી તેને સંવર કહેવાય. આ તો ત્યારે જ શક્ય બને કે જ્યારે સમસ્ત જીવન વ્યવહાર નિષ્કામ ભાવે અને સાત્વિક સાહજિકતાથી થાય, જયારે પાપી ભાવોનો ઉદય આવે જ નહીં પરંતુ પુણ્યના ભાવો તથા કાર્યો તદ્દન નિષ્કામ વૃત્તિથી જ થાય અને જયારે “સર્વ સંબંધના બંધન તીક્ષ્ણ છેદીને મહદ્ પુરૂષના પંથે વિચરવાનું શક્ય બને. “સંવરમાં પ્રવેશેલ વ્યક્તિની આ સ્થિતિ ગીતાજીના સ્થિતપ્રજ્ઞની સ્થિતિ છે.
તે સ્થિતિ પ્રાપ્ત થયા બાદ પ્રશ્ન રહે છે તે ફક્ત સંચિત થયેલ કર્મોના નાશનો કેમકે હવે નવા કર્મોનું ઉપાર્જન બંધ થયું છે. આ સંચિત કર્મોનો નાશ સકામ અને અકામ નિર્જરાથી કેવી રીતે થાય તેની ચર્ચા થઈ ગઈ છે.
આ પ્રમાણે સમગ્ર કર્મોનો ક્ષય થાય ત્યારે આત્મા (જીવ) કર્મ બંધનથી મુક્ત થાય છે અને નવમા તત્ત્વ “મોક્ષને પ્રાપ્ત કરવા શક્તિમાન થાય છે.
પ્રગતિના સોપાન આત્માની આ પ્રગતિના ત્રણ મુખ્ય વિભાગો થયા.
જૈન દર્શનની રૂપરેખા
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org