________________
૯૯૬
સ્થાનાંગલ્સમવાયાંગ ૭ આપણે જ કારણે આવી દુર્દશાને પામ્યું. એટલામાં તે બન્ને પર વિજળી પડી અને તેઓ મરી ગયાં. આમ મરતી વખતે બને સંવેગ દશામાં હોવાથી મરીને હરિવર્ષમાં યુગલિયા થયાં. પિલો વીરચ તાપસ પણ મરીને વ્યંતરદેવ થયો. તેણે વિર્ભાગજ્ઞાનથી જોયું તો પેલું યુગલ સુખે ક્રીડા કરી વિચરતું હતું. એટલે પોતાનું પૂર્વ વૈર યાદ કરીને તેઓની ઉચાઈ પિતાની દિવ્ય શક્તિથી ૧૦૦ ધનુષ કરી દીધી અને તે યુગલને ભરતવર્ષમાં ચંપામાં લાવીને મૂકી દીધું, અને વ્યસની બનાવ્યું જેથી નરકે જાય. ચંપાને ઇક્વાકુ વંશનો રાજા અપુત્ર મરી ગયું હતું એટલે એ યુગલને રાજા-રાણી બનાવી દીધા. એ હરિ નામનો રાજા અને હરિણી નામની રાણીના નામે ઓળખાયાં. તેમનો જે વંશ ચાલ્યો તે હરિવંશ, જુઓ વસુદેવ હિંડી પૃ૦૩૫૬.
(૮) અસુરરાજ ચમરે ભગવાન મહાવીરના શરણમાં રહી પિતાથી ઉપરના સૌધર્મ દેવલોકમાં વિદુર્વણા કરીને ત્યાંના દેવને ત્રાસ આપે અને તેની વેદિકા પર પિતાને પગ મૂક્યો. આથી કેન્દ્ર કપાયમાન થયો અને તેણે વજન પ્રહાર કર્યો, પણ તે ભગવાનના પાદમૂલમાં વૈકિયરૂપને ઉપસંહાર કરીને પડ્યો તેથી તેનું વજ કાંઈ કરી શકયું નહિ; ભગવાનની શરણમાં ગયેલા ચમરને શકે ક્ષમા કરી. આ ઘટનાનું રોચક વર્ણન ભગવતીમાં છે. આ પ્રસંગ અમરેન્દ્રને ઉત્પાત નામે ઓળખાય છે અને તે અદ્ભુત એટલા માટે છે કે અસુરેની સૌધર્મ સુધી જવાની ઘટના અનંતકાળે એકાદ વખત જ બને છે. અને તે પણ અરિહંત જેવા મહાપુરુષની સહાયતા હોય છે. જુઓ ભગવતી શ૦ ૩, ઉ. 3, પૃ. ૧૯૭.
(૯) ભગવાન ઝૂષભદેવની સાથે ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષની અવગાહના વાળા ૧૦૮ જણાએ સિદ્ધિગમન કર્યું. આ પણ એક આશ્ચર્ય જ છે. આ ઘટના આશ્ચર્યકર મનાય છે.
પણ આવશ્યક નિર્યુક્તિમાં (ગા. ૩૩૩ અને ૪૩૪) ઋષભ દશા હજાર સાથે નિર્વાણગમન કર્યું એમ કહ્યું છે. તેની સંગતિ શી ?
(૧) સંત તે પૂજાહ છે જ પણ અસંતની પૂજા થાય એ આશ્ચર્ય લેખાવું જોઈએ. આમ સુવિધિના તીર્થમાં આ અવસર્પિણમાં બન્યું છે. તેથી તે આશ્ચર્યઘટના ગણાવી છે.
૪. અનન્તકના ભેદે – (૧) અનંતક એવું જેનું નામ હોય તે નામ અનંતક.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org