________________
પ. શ્રેણું
૯૮૯ (૨) જ્યારે જીવ કે પુદ્ગલે જુગતિએ ગમન કરતા હોય અને આગળ જઈ બીજી શ્રેણીમાં ગતિ કરવાનું શરૂ કરે, ત્યારે તેમના એ ગમનમાં એક વાંક લેવો પડે છે; તેથી જે શ્રેણી થઈ તે એકતવક્રા કહેવાય. જેમ કે કઈ એક જીવ અધેલકમાં પૂર્વ દિશામાં મરે છે અને તેની ઉત્પત્તિનું સ્થાન ઊર્વલોકમાં પશ્ચિમ દિશામાં છે; તો પ્રથમ તે
ગતિથી ઊર્વલકની પૂર્વ દિશામાં પહોંચો અને ત્યાંથી સીધે પશ્ચિમમાં જશે. આ પ્રમાણે તેને પશ્ચિમમાં પહોંચવા માટે એક વાંક લેવો પડે છે.
(૩) જે શ્રેણીમાં બે વાંક હોય તે દ્વિધા વક–જેમકે જીવ ઊર્વલોકના અગ્નિ ખૂણામાં મૃત્યુ પામ્ય; પણ જે તેનું ઉત્પત્તિસ્થાન અને લોકમાં વાયવ્ય ખૂણામાં હોય, તો પ્રથમ તો તે તિર્યગતિથી નિતીમાં જાય છે, અને ત્યાંથી તિર્યગતિથી વાયવ્યમાં પહોંચે છે.
(૪) જે શ્રેણીમાં એ તરફ લોકનાડી સિવાયનું ખ એટલે આકાશ હોય તે એકતઃખા કહેવાય. ત્રસજીવો તો ત્રસનાડીમાં જ હોય એટલે એમને જે તે ત્રસમાં ઉત્પન્ન થવાના હોય તે – આ એકતઃખા શ્રેણીને પ્રસંગ આવતો નથી. પણ સ્થાવરજીવો અને પગલે તો ત્રસનાડી બહાર પણ છે. તેથી તેમને આવી ગતિને પ્રસંગ આવે છે. કોઈ એવો ત્રસનાડી બહારનો જીવ જે ત્રસનાડીમાં ઉત્પન્ન થવાનું હોય, તો આ એકતઃખા શ્રેણી થાય છે. પ્રથમ તો તે જીવ ત્રસનાડી બહાર હોય ત્યાંથી સીધો ત્રસનાડીના ડાબા કે જમણા પડખે આવે છે. અને પછી ત્રસનાડીમાં તે પડખે અગર જે બીજે પડખે જવાનું હોય તે તે પ્રમાણે બે ત્રણ વગેરે વાંક લઈને નિયત સ્થાને ઉત્પન્ન થાય છે. આ જ પ્રમાણે પુગલની પણ ગતિ થઈ શકે.
(૫) જે શ્રેણીમાં બે વખત ત્રસનાડી બહારનું આકાશ હોય તે દ્વિધાખા કહેવાય. ત્રસનાડીની ડાબી બાજુએ બહાર રહેલો છવ જે જમણી બાજુએ બહાર ઉત્પન્ન થવાનો હોય તો આ શ્રેણી બને છે. પ્રથમ તો તે જે બાજુએ હશે તે બાજુથી લેકનાડી – ત્રસનાડીમાં પ્રવેશશે અને પછી ત્રસનાડીમાં ગતિ કરી તેની બહાર નીકળી બીજી બાજુએ ઉત્પન્ન થશે. આ પ્રમાણે પુગલ પણ કરી ગતિ શકે છે.
(૬) ચક્રવાલ ગતિ જીવને નથી હોતી પણ પરમાણુને હોય છે. ચાલ ગતિ એટલે ગોળાકારે – ભમરી ખાઈને ગતિ કરવી તે.
(૭) અર્ધચકવાલ એટલે અર્ધગળ – આ પણ પરમાણુને હેાય છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org