________________
સ્થાનાંગસમવાયાંગઃ ૭ ઉત્પન્ન થાય છે, વ્યય પામે છે અને ધ્રુવ છે – એ માતૃકાપદ કહેવાય છે. અથવા અ, આ, છ, ઈ ઇત્યાદિ બધાં શાસ્ત્રના આધારભૂત હોવાથી એ પણ માતૃકાપદે કહેવાય છે. એક પર્યાય તે પચેક ક. તેમાં જ્યારે વિશેની વિવક્ષા ન હોય ત્યારે વર્ણ, રસ વગેરે અને વિશેની વિવક્ષા હોય ત્યારે કાળે પીળા આદિ. સંગ્રહદૃષ્ટિથી જે એક તે સંગ્રહેકક – જેમ કે ઘઉંને દાણે એક હોય તો પણ એક્વચને પ્રયોગ થાય છે; અને ઘઉં ને ઢગલો પડ્યો હોય તો પણ ઘઉં છે, એમ એક વચનથી વ્યવહાર થાય છે.
શ્રેણી શ્રેણ સાત કહી છે?—
૧. જુ-આયતા; ૨. એતઃ વકા; ૩. દ્વિધાવકા; ૪. એકતઃ ખા; પ. દ્વિધાખા; ૬. ચકવાલા; ૭. અર્ધચક્રવાલા.
-સ્થાવ પ૮૧] ટિપણ ૧. શ્રેણીના ભેદે -(૧) સરલ અને લાંબી શ્રેણું તે જુઆયતા. જ્યારે જીવો અને પુગલે ઊર્ધ્વલકથી અલકમાં અગર અલોકથી ઊર્વમાં અથવા તે જ પ્રમાણે અન્ય પ્રકારે સીધી રેખાએ ગતિ કરે છે, ત્યારે તે સીધી રેખા તે ઋજુ – આચતા શ્રેણી છે.
૧. જુઓ ભગવતી શ૦ ૨૫, ઉ૦ ૩, પૃ૦ ૫૦ –એમાં સાત ભેદ શ્રેણીના ગણાવ્યા છે. તદુપરાંત એ જ શતકમાં શ્રેણી વિષે વિવિધ રીતે વિચાર કરવામાં આવ્યો છે. આકાશપ્રદેશની પંક્તિ – તે શ્રેણી કહેવાય છે. તેના આવા સાત ભેદ જીવ-પુગલની ગતિને આશ્રિત સમજવા જોઈએ. અન્યથા આકાશપ્રદેશની શ્રેણીઓ તો બધી સીધી જ છે. તેના ભેદોના વિવરણ માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણું નં. ૧,
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org