________________
૩. પુરુષની ઉપમાઓ વળી આ ગજેન અને વર્ષણની ચતુભગીને બીજી રીતે પણ ઘટાવી છે. (અંગુ૦ ૪.૪૦૨). આ જ વિષય પુદ્ગલપ્રજ્ઞપ્તિમાં પણ આ છે. (૪.૮).
૨. બૌદ્ધ પરંપરા સાથે સરખામણું – અહીં જણાવેલી ઋષભની ચતુર્મગીઓથી એક જુદા પ્રકારની જ ચતુર્ભગી અંગુત્તર (૪.૧૦૮) માં બતાવવામાં આવેલી છે, તે આ–
૧. કઈ સાંઢ એવા હોય છે જે પોતાના ટેળાની ગાય સામે તો ચંડ હોય છે પણ બીજી ગાય સામે ચંડ નથી હેતે – તેમ કોઈ પુરુષ એવો હોય છે જે પોતાની પરિષદમાં તે ચંડ હોય છે પણ અજાણુ પરિષદમાં નહિ ઇત્યાદિ. આ જ વિષય પુદ્ગલપ્રજ્ઞપ્તિમાં પણ છે. (૪. ૧૩.)
૩. બૌદ્ધ પરંપરાની સરખામણ –એક બીજા પ્રકારે અંગુત્તર (૪. ૧૦૩)માં કુંભની ઉપમાથી પુરુષની ચતુર્ભાગી ઘટાવી છે –
૧. તુચ્છ– ખાલી હોય પણ ઢાંકણું હોય. ૨. ભર્યો હોય પણ ઢાંકણું ન હચ. ૩. તુચ્છ હેચ અને ઢોકાણું પણ ન હોય. ૪. ભર્યો હોય અને ઢાંકણું પણ હોય.
વેશભૂષા વગેરે બાહ્ય આકાર તો ઠીક હેચ પણ આર્ય સત્યની સમજ જરા પણ ન હોય તે પ્રથમ કુંભના જેવો. આર્યસત્યની સમજ પૂરી હોય પણ બાહ્ય આકાર પ્રકાર પ્રસન્ન ન હોય તે બીજા કુંભ જેવો. બાહ્ય આકાર ઢંગધડા વિનાને અને આંતરિક પ્રજ્ઞા પણ નહિ તે ત્રીજ કુંભ જેવો અને જે બાહ્યાકારે પણ ઠીક અને પ્રજ્ઞાએ પણ ઠીક તે ચોથા ઘડા જે.
આ જ વિષય પુદ્ગલપ્રજ્ઞપ્તિમાં પણ છે. (૪. ૧૧). ૪. બૌદ્ધ પરંપરા સાથે સરખામણી – પ્રસ્તુત સ્થાનાંગના સૂત્રને બરાબર મળતી ચતુભગી અંગુત્તરમાં છે જુઓ ૪. ૧૦૯. અને આને મળતી પુરુષની ચતુર્ભાગી પુગલપ્રજ્ઞપ્તિમાં છે–૪. ૨૧.
અહીં અંગુત્તર (૪. ૯૧) ની આ ચતુભગ પણ સરખાવવા જેવી છે(૧) પિતે અસુર હાય અને તેને પરિવાર પણ અસુર હોય–અર્થાત સ્વયં દુઃશીલ હોય અને તેને પરિવાર પણ દુ:શીલ હોય.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org