________________
૧ર
કમ
૧. કર્મના ભેદ કમ બે પ્રકારનું છે – ૧. પ્રદેશકમ – જે કમને રસ નહિ પણ તેના
પુદ્ગલો વેદાય તે, ૨. અનુભવિકમ – જે કમને રસ વેદાય તે.
[-સ્થા ૮૫) કમ ચાર પ્રકારનું છે – ૧. પ્રકૃતિકમ – કમના વિશેષ સ્વભાવભેદે તે ૨. સ્થિતિકર્મ – કમનું અમુક કાળ સુધી અવસ્થાન;
૧. જૈનદર્શનને મતે કમ એ એક વિશિષ્ટ પ્રકારનું અજીવ દ્રવ્ય છે; અને તે ખરેખર જીવ ઉપર બંધાય છે – ચોટે છે. કર્મ પગલે જીવ દ્વારા ગ્રહણ થઈ કર્મરૂપે બંધાય છે. એનો અર્થ એ છે કે, તે જ વખતે તે પુદ્ગલોમાં ચાર અંશેનું નિર્માણ થાય છે; અને તે જ અંશે બંધના પ્રકાર પણ કહેવાય છે:– ૧. કર્મ પુદ્ગલોમાં જ્ઞાનને આવૃત કરવાને; દર્શનને અટકાવવાનો, સુખદુઃખ અનુભવવા વગેરે સ્વભાવ બંધાય, તે પ્રકૃતિબંધ. ૨. તેની સાથે જ તે સ્વભાવથી અમુક વખત સુધી ગ્રુત ન થવાની જે કાલમર્યાદાનું નિર્માણ થાય, તે સ્થિતિબંધ. ૩. સાથે સાથે તેમાં તીવ્રતા, મંદતા, -આદિપણે ફલાનુભવ કરાવનારી જે વિશેષતાઓ બંધાય તે અનુભાવબંધ. ૪. તથા ગ્રહણ કરાઈ ભિન્ન ભિન્ન સ્વભાવમાં પરિણામ પામતે તે કમરાશિ સ્વભાવ દીઠ અમુક અમુક પરિમાણમાં વહેંચાઈ જાય, તે પરિમાણવિભાગ તે પ્રદેશબંધ. આ બધાનાં દૃષ્ટાંત સાથે વર્ણન માટે જાએ પ્રથમ કર્મગ્રંથ ગાથા ૨. કમ્બાબત બૌદ્ધ માન્યતા વિષે જુએ આ પ્રકરણને અંતે ટિપ્પણુ નં. ૧,
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org