________________
ત્પર
સ્થાનાંગ-સમવાયાંગ: ૬ ફળ ચાર પ્રકારનાં છે?—
૧. કાચું હોય પણ ડું મધુર હોય; ૨. કાચું હોય છતાં પાકાની જેમ મધુર લાગે; ૩. પાકું હોય છતાં થોડું મધુર લાગે;
૪. પાકું હોય અને પાકાની જેમ મધુર લાગે. પુરુષ પણ ફળની જેમ ચાર પ્રકારના હોય છે.
-િસ્થા ૨૫૩ ] ૨. વસ્ત્રની ઉપમા (૧) ૧. કઈ વસ્ત્ર દ્રવ્યથી શુદ્ધ હોય અને ભાવથી પણ
શુદ્ધ હોય; ૨. કઈ વસ્ત્ર દ્રવ્યથી શુદ્ધ હોય પણ ભાવથી
અશુદ્ધ હોય; ૩. કઈ વસ્ત્ર દ્રવ્યથી અશુદ્ધ હોય પણ ભાવથી
શુદ્ધ હોય; ૪. કેઈ વસ્ત્ર દ્રવ્યથી અશુદ્ધ હોય અને ભાવથી પણ
અશુદ્ધ હોય. (૨) ૧-૪. તે જ પ્રમાણે શુદ્ધ-પરિણતની ચતુર્ભગી. (૩) ૧-૪. તે જ પ્રમાણે શુદ્ધ-રૂપની ચતુર્ભાગી.
વત્ર જેવા પુરુષે પણ હોય છે તેથી તેમની પણ ઉપર પ્રમાણે વત્રની ઉપમા દઈ ત્રણ ચતુર્ભગીઓ સમજી લેવી જેમકે –
૧. આને મળતી આમ્રની ઉપમા પુરુષને અંગુત્તરનિકાય (૪૧૦૬)માં આપી છે. તે આ પ્રમાણે –– (૧) કાચી કેરી હેય પણ વર્ણ પાકી જેવો હેચ; (૨) પાકી કેરી છતાં વર્ણ કાચી જે હેય; (૩) કાચી કેરી હોય અને વર્ગ પણ કાચીના જેવો; (૪) પાકી કરી હોય અને વર્ણ પણ પાકીના જેવો. કોઈ મનુષ્ય રૂપ રંગે ઠીક હોય પણ આર્ય સત્ય વિષે કશું ન જાણતો હોય તો તે પ્રથમ કેરી જેવો – ઇત્યાદિ સ્વયં સમજી લેવું. આ જ વિષય પુદ્ગલ-પ્રજ્ઞપ્તિમાં પણ આવ્યો છે. (૪૧૦).
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org