________________
૮૫૧
૩. પુરુષની ઉપમાઓ આ જ પ્રમાણે બાકી પાંચ પુરુષ ચતુર્ભગીઓ પણ ઘટાવી લેવી.૧ કેર (મંજરી) ચાર પ્રકારના છે –
૧. આંબાને કેર; ૨. તાલને કેર; ૩. વલિને કેર, ૪. મેદ્રવિષાણાનો (ગાડરના શીંગડા જેવી વનસ્પતિનો) કેર. પુરુષે પણ એ ચારે કોર જેમ ચાર પ્રકારના છે.
[ સ્થા. ૨૪૨] પત્ર ચાર છે –
૧. અસિપત્ર (તરવાર); ૨. કરપત્ર (કાવત); ૩. સુરપત્ર (છરી), ૪. કલમ્બચરિકા (શસ્ત્ર). આ ચાર પત્રોપમ પુરુષ પણ ચાર છે.
[-સ્થા ૩૪૯] પુષ્પ ચાર પ્રકારનાં છે –
૧. રૂપસંપન્ન હોય પણ ગંધસંપન્ન ન હોય; ૨. ગંધસંપન્ન હોય પણ રૂપસંપન્ન ન હોય; ૩. રૂપસંપન્ન પણ હોય અને ગંધસંપન્ન પણ હોય;
૪. રૂપસંપન્ન ન હોય અને ગંધસંપન્ન પણ ન હોય. પુષ્પની જેમ પુરુષ પણ ચાર પ્રકારના છે –
૧. રૂપસંપન્ન હોય પણ શીલસંપન્ન ન હોય; ૨. શીલસંપન્ન હોય પણ રૂપસંપન્ન ન હોય; ૩. રૂપસંપન્ન હોય અને શીલસંપન્ન પણ હોય; ૪. રૂપસંપન્ન ન હોય અને શીલસંપન્ન પણ ન હોય.
-સ્થા૩૨૦]
ઈ-સ્થા ૨૩૬] ૧. એક બીજા પ્રકારે વૃક્ષની ચતુર્ભગીની ઉપમા પુરુષને આપવામાં આવી છે. પગલપ્રજ્ઞપ્તિ ૪, ૨૧.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org