________________
૧. પુરુષના પ્રકારે ૯. બોદ્ધ પરંપરા સાથે સરખામણી – અંગુત્તરમાં આને મળતી જ ચતુર્ભગી છે તે આ પ્રમાણે – (૧) તમ અને તમારાચણ -જે નીચકુલમાં જન્મ લે એટલે બધી રીતે દુઃખી હેય, હલકે હોય પણ તેનાં કૃત્ય પણ જે હલકાં હોય તે તે આ કટિમાં ગણ;
૨. તમ અને જાતિપરાયણ -નીચ કુલમાં જન્મવા છતાં જે સુચરિત હોય.
૩. તિ અને તમારાયણ-ઉચ્ચ કુલમાં જન્મે છતાં જે દુરિત હોય.
૪. જ્યોતિ અને જ્યોતિપરાયણ-ઉચ્ચલમાં જન્મ અને સુચરિત પણ હોય. ૪.૮૫.
આ જ વસ્તુને પુદ્ગલપ્રજ્ઞપ્તિમાં પણ કહી છે. ૪. ૧૯.
૧૦. બૌદ્ધ પરંપરા સાથે સરખામણી – આની સાથે અંગુત્તરની (૪. ૧૩૬) ચતુર્ભગી સરખાવવા જેવી છે – (૧) કોઈ એવો હોય છે જે શીલ, સમાધિ અને પ્રજ્ઞાને પૂર્ણતાએ નથી પહોંચાડત; (૨) કોઈ એ હોય છે જે શીલની પૂર્ણતા સાધે, પણ સમાધિ અને પ્રજ્ઞાની નહિ; (૩) • કઈ એ હોય છે જે શીલ-સમાધિને પૂર્ણતાએ પહોંચાડે પણ પ્રજ્ઞાને નહિ; (૪) કેઈ એ હોય છે જે શીલ, સમાધિ અને પ્રજ્ઞા એ ત્રણેની પૂણતા સાધે છે.
આ જ પ્રમાણે બીજી એક ચતુર્ભગી પણ છે તેમાં તે જ ગુણોને લઈને ગુરુતા વગેરેને વિચાર છે. –(જ. ૧૩૭)
૧૧ બૌદ્ધ પરંપરા સાથે સરખામણી – અહીં મૂળ સ્થાનાંગમાં “ઉગા ગામ ને ધિ' માત્ર છે તેનો અર્થ મેં ટીકાનુસાર કર્યો છે. અને પ્રાયઃ સર્વત્ર મેં એમ જ કર્યું છે. પણ આ જ ચતુર્ભગીને અંગુત્તરની નીચેની ચતુર્ભગી સાથે મેળવીને વાંચીએ, તો એક નવા જ અર્થની સ્તુતિ થાય છે –
(૧) કોઈ એવો હોય છે જે કાયથી નિકૃષ્ટ – દાત પણ ચિત્તથી અનિકૃષ્ટ - અદાન્ત હોય;
(૨) કેઈ એ હોય જે કાચથી અનિકૃષ્ટ પણ ચિત્તથી નિકૃષ્ટ હોય; (૩) કેાઈ કાચથી અને ચિત્તથી અનિકૃષ્ટ હે; (૪) કોઈ કાયથી અને ચિત્તથી નિકૃષ્ટ હોય.
આ ચારે ભંગની સમજણ અંગુત્તરમાં વિસ્તારથી આપવામાં આવી છે. (– અંગુત્તર ૪. ૧૩૮)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org