________________
સ્થાનાં સમવાયાંગ: ૬ ૬. બૌદ્ધ પરંપરા સાથે સરખામણું – અંગુત્તરમાં એક આવી ચતુર્ભ"ગી પણ મળે છે –
(૧) રૂપ પ્રમાણ, અને રૂપ પ્રસન્ન; (૨) ઘેષ પ્રમાણ અને ઘેષ પ્રસન્ન; (૩) રુક્ષ પ્રમાણ અને રુક્ષ પ્રસન; (૪) ધર્મ પ્રમાણ અને ધર્મ પ્રસન્ન.
(– અંગુત્તર ૪,૬૫) આ જ વસ્તુ પુદ્ગલપ્રજ્ઞાપ્તિમાં પણ છે. (–૪,૨૨).
૭. બૌદ્ધ પરંપરા સાથે સરખામણી – આ ચતુર્ભગીની સાથે અંગુત્તર (૪,૬)ની નીચેની ચતુર્ભગી સરખાવવા જેવી છે –
(૧) કોઈએ શ્રુતજ્ઞાન થોડું સંપાદન કર્યું હોય પણ આચરણમાં જરાય ન ઉતાર્યું હોય;
(૨) કોઈએ થોડું પણ શ્રત મેળવીને તેના અર્થને સમજને આચરણમાં ઉતાર્યું હોય; . (૩) કોઈએ શ્રુતજ્ઞાન તે બહુ મેળવ્યું હોય પણ તેના અર્થને વિચારીને આચરણમાં જરાય ન મૂક્યું હોય;
(૪) કોઈ બહુશ્રુત હોય અને શ્રતને આચરણમાં પણ ઉતાર્યું હોય.
શીલ, સમાધિ અને પ્રજ્ઞાની પૂર્ણતા અને અપૂર્ણતા આદિની પણ – ચતુર્ભગીઓ છે – અંગુર ૪, ૧૩૬, ૧૩ ૭.
૮. ઓદ્ધ પરંપરા સાથે સરખામણું – આની સાથે સરખા અંગુત્તરની (૪૫) ચતુર્ભગી –
(૧) જે ન પિતાનું હિત કરે છે ન પરનું; (૨) જે પરનું હિત કરે છે પણ પિતાનું નહિ (૩) જે પિતાનું હિત કરે છે પરંતુ પરનું નથી કરતો; (૪) જે સ્વ-પર બંનેનું હિત કરે છે.
આ ચારે જાતના મનુષ્યની વિવિધ રીતે વ્યાખ્યા પણ અંગુત્તરમાં (૪.૯૬, ૯૭, ૯૮, ૯૯; ૫.૧૭-૨૦) કરવામાં આવી છે.
આ સૌમાં શ્રેષ્ઠ છે જે સ્વ-પર બન્નેનું હિત કરે છે. (અંગુઠ ૪.૫). આવી ચતુર્ભાગી પુગલપ્રજ્ઞાપ્તિમાં પણ છે ૪. ૨૩.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org