________________
૧. સંઘવ્યવસ્થા
૮૧૧ તેમાં “ઇચ્છામિ ખમાસમણથી માંડી “મિઉગ્રહ' સુધીના પાઠ અર્થ એ છે કે “હું પાપથી દૂર થઈ આપને વંદન કરવા ચાહું છું તો આય પરિમિત અવગ્રહ આપે (ઘેડી જગ્યા આપની પાસે આપે) . એટલે કે આ અવગ્રહયાચનાની ક્રિયાનો સૂચક પાઠ છે. આટલા પાઠમાંથી
અણુજાહ” પદ આવે એટલી વારમાં એક વખત પિતાના શરીરને અર્ધ અવનત કરવાનું હોય છે. આ એક અવનત કહેવાય છે અને તે જ પ્રમાણે ફરી વંદના કરતો હોય ત્યારે પણ ફરી અવનત થવાનું હોય છે – આમ કૃતિકર્મમાં બે અવનત છે.
દીક્ષા લેતી વખતે શિષ્યની અથવા જન્મતી વખતે બાળકની જેવી મુદ્રા–અર્થાત કપાલ પર બે હાથ ધરી નમ્રતા ધારણ કરવી તે હોય છે તે યથાજાત કહેવાય છે. વંદના વખતે આ એક યથાજાત મુદ્રા હેવી જોઈએ.
અવગ્રહમાં પ્રવેશ કરવાની ચાચના પછી તે મળે એટલે ઉભડક આસને બેસી અને હાથ લાંબા ગુરુની દિશામાં રાખી પછી ગુરુના ચરણમાં બને હાથે સ્પર્શ કરી ઉપર્યુક્ત પાઠમાંથી “અ” અક્ષર નીચા અવાજે કહી ત્યાંથી હાથ ઊંચકી પિતાના લલાટનાં મધ્યભાગે સ્પર્શ કરતાં “હ” અક્ષરને ઊંચેથી ઉચ્ચાર કરે. આમ “અહો” શબ્દના ઉચ્ચારમાં એક આવર્ત થયું. તે પ્રમાણે “કાયં' શબ્દચ્ચારમાં પણ એક આવર્ત કરવું અને તે જ પ્રમાણે કાયસંફાસ”માંના “કાય ”ના ઉચ્ચારણ વખતે પણ એક આવર્ત કરવું. – આ ત્રણ આવત થયા. ત્યાર પછી જ્યારે “જત્તા ભે ?' ઇત્યાદિ આવે ત્યારે “જ” અક્ષરને મદચ્ચાર કરી ગુરુ ચરણે કરસ્પર્શ કરો. અને
ત્ત'ના મધ્યમેચ્ચાર વખતે ત્યાંથી બન્ને હાથ ઊંચકી બને હાથ અધ્ધર ઊંચા રાખવા અને “ભે’ અક્ષર ઊંચા અવાજે બોલતાં કપાલના મધ્યભાગે હાથને અડાડવા. આ એક આવર્ત. તે જ પ્રમાણે “જ” “વ” “ણિ” એ ત્રણ અક્ષર બોલતાં બીજુ આવર્ત અને તે જ પ્રમાણે “જ” “ચ” “ભે” આ ત્રણ અક્ષર બેલતાં ત્રીજું આવર્ત કરવું – આમ એક વંદનમાં બધા મળી છે આવત થયા. અને જ્યારે બીજી વાર વંદના કરવાની હોય ત્યારે પણ ફરી છ આવર્ત કરવાના હોય છે એટલે બધા મળી કૃતિકર્મના બાર આવર્ત થાય.
અવગ્રહમાં પ્રવેશ કર્યા પછી સામણા કરતી વખતે શિષ્ય અને આચાર્યનાં બનેનાં મળી બે શિરોમન અને તે જ પ્રમાણે બીજી વંદના પ્રસંગે પણ- એટલે ચાર શિરાનમન.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org