________________
૮૦૬
સ્થાનાંગલ્સમવાયાંગ: ૫ ન માને, તો આજ્ઞા પ્રયોગ અને તે પણ ન માને તે પછી બલપ્રગની પણ છૂટ છે. આવશ્યક નિ ગાત્ર ૬૬૮થી.
(૨) સંયમમાર્ગમાં કાંઈક ખલના થઈ હોય-અતિચાર લાગ્યો હોય તે “આ મારું દુષ્કૃત મિથ્યા થાઓ” એવું કહેવું તે મિથ્થાકાર છે. પણ પિતાનું દુષ્કૃત મિથ્યા તે જ થાય—અર્થાત્ દુષ્કૃત્યનું કટુક ફળ તો જ ન મળે, જે તે મિથ્થાકાર દેવાની સાથે ફરી પાછો મન-વચન - કાચાથી એ કૃત્ય કરે નહિ, કરાવે નહિ, અને અનુમોદે નહિ. અન્યથા એ મિથ્થાકાર અસત્યવાદ અને માયારૂપ–કપટરૂપ બની જાય છે અને ઊલટું તેથી બીજાં વધારાનાં કટક ફળ ભોગવવાં પડે છે. એટલે મિથ્યાકાર દેવારૂપ પ્રતિક્રમણ તે જ સફળ બને, જે ફરી તેવું કર્મ ન કરે. નિર્યુક્તિકારે “મિચ્છાદુકકડ” એ પદના પ્રત્યેક અક્ષરને પણ મને રંજક અર્થ બતાવ્યો છે – આવ૦ નિ ગાત્ર ૬૮૩થી.
(૩) કલ્યાકલ્પન જેને નિશ્ચય હાય, પાંચ મહાવ્રતમાં જે સ્થિર હેય, સંયમ અને તપથી જે આદ્ય હોય તેવા સંચમીએ– વાચના લેતી વખતે, ઉપદેશ સાંભળતી વખતે, સૂત્રાર્થનું કથન થાય ત્યારે – “આપનું કહેવું અવિતથ છે અર્થાત સત્ય છે એમ કહેવું તે “ તથાકાર' કહેવાય છે. આવનિ. ગા૬૮૮-૮૯.
(૪) અવશ્યકરણીય હોવાથી આવશ્યક અને નૈધિક બને અર્થતઃ એક જ છે; પણ ગમન વખતે જે અવશ્ય કરાય છે તે આવશ્ચિકી, અને આગમન વખતે પાપપ્રવૃત્તિને નિષેધ કરવારૂપ જે અવશ્યકરણીય છે તે નધિક–એવા ગમનાગમન કૃત તેના બે ભેદ પડે છે. ભિક્ષાચર્યા વગેરે આવશ્યક કાર્ય હોય ત્યારે ગુરુ આજ્ઞાથી – “ આવશ્યક કાર્ય છે.' એમ કહી બહાર જવું તે આવયિકીક્રિયા. સામાન્ય રીતે એવો નિયમ છે કે સાધુએ એકાગ્ર થઈ પ્રશાંત ભાવે રહેવું જોઈએ. અને અપવાદ માર્ગે આવશ્યક કાર્ય હોય તો જ સ્વસ્થાન છેડી જવું જોઈએ. એટલે જતી વખતે આ આશ્યિકી કહેવાની હોય છે. આવશ્યકકાર્ચની ગણતરીમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રનું સાધક જે કાર્ય હોય તે આવે છે. બાકીના નહિ. એટલે બાકીના કાર્ય વખતે “આવશિચકી અને પ્રયોગ કરે તો ઊલટે કર્મબંધ થાય છે. અને ઉપર્યુક્ત આવશ્યક કાર્ય પ્રસંગે પ્રયોગ કરે, તે નિર્દોષ છે. આવ૦ નિ ગાત્ર ૬૯૧થી.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org