________________
૧. સંઘવ્યવસ્થા
૮૦૫ પ્રસિદ્ધ છે તે; ૨. દશધા સમાચારી - તે અહીં સૂત્રમાં ગણાવેલી ઈચ્છાકારાદિ. અને ૩. પદવિભાગ સમાચારી- તે છેદસૂત્રોમાં છે. તેમાં વર્તમાનકાળના જીવોને ઉપકારી થાય એ દષ્ટિએ, તેઓ પૂર્વને અભ્યાસ તો કરી શકે તેમ રહ્યું ન હોવાથી, નવમા પૂર્વની તૃતીય આચાર નામની વસ્તુમાંથી ૨૦મા એધ નામના પ્રાભૂતમાંથી જે આચારની સંકલના કરવામાં આવી છે, તે ઘનિર્યુક્તિ નામે ઓળખાય છે. અને દેશધા સમાચારી એ ઉત્તરાધ્યયનના ૨૬માં અધ્યયનના સારરૂપ છે. પદવિભાગ સમાચારી પણ નવમા પૂર્વમાંથી સંકલિત કરવામાં આવી છે. આ૦ નિર ગા૦ ૬૬૫. ૧૩. સમાચારીના દશ ભેદ –
(૧) કોઈ કારણસર કાંઈ ક કરવા કોઈને કાંઈ કહેવું હોય ત્યારે * ઇચ્છાકારને પ્રયોગ કરવો જોઈએ. બીજે પણ તેને કહેવામાં આવ્યું ન હેય છતાં કોઈનું કાંઈ કરવા ચાહતો હેચ તે તેણે પણ “ઈચ્છાકારને પ્રયોગ કરવે જોઈએ. ઈચ્છાકાર એટલે સ્વેચ્છાથી કરવું. તેને પ્રયોગ આ પ્રમાણે “આપની મરજી હોય તો મારું આ કરો” (મારી કાંઈ બળજેરી નથી.) અથવા – હું આપની ઇચ્છા હોય તો આપનું અમુક કામ કરી આપું.' (તે કરવામાં મારી કાંઈ બળજોરી નથી.)
ખરી રીતે તો ઉત્સર્ગ પદે પિતાની શક્તિ હોય ત્યાં સુધી તો બીજાને કોઈ કાર્ય માટે કહેવાનું જ નથી. પણ જે તે પિતે કરવાને શારીરિક કે માનસિક દુર્બળતાને કારણે અશક્ત હોય અથવા તે કાર્ય કેમ કરવું તે જાણ જ ન , તો જ બીજાને વિનંતી કરવી એ અપવાદમાગ છે. કોઈ પ્લાનને મદદ કરવી હોય તો પણ તેની રજા લઈને જ કરવી જોઈએ. કારણ, સંભવ છે તે મદદ ન જ ચાહત હેય. આવી સહાય લેવાની વિનંતી પણ રત્નાધિકને તો કરાય જ નહિ. સાધુઓની એ સામાન્ય મર્યાદા જ છે કે તેમણે કેઈની ઇચ્છા વિરુદ્ધ કરવું નહિ. તેથી જ આ “ઇચ્છાકાર’ને સમાચારીમાં સ્થાન છે. આચાચ વગેરેની સેવા કરવી હોય તો પણ ઇચ્છાકારપૂર્વક જ કરવી જોઈએ. વળી આચાર્યો પણ શિષ્ય પાસેથી સેવા લેવી હોય તે તેમણે પણ ઇચ્છાકારને પ્રયોગ કરવો જોઈએ. નિગ્રંથ શાસનમાં કોઈ પણ કાર્ય માત્ર હુકમથી કે બલાત્કારથી કરવા-કરાવવાનું છે જ નહિ. આ તો ઉત્સર્ગમાગ સમજ. પણ જે શિષ્યા અવિનીત જ હેય અને પ્રથમ ઈચ્છાકારથી
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org