________________
૮૦૪.
સ્થાનાંગ સમવાયાંગ: ૫ બૃહકલ્પમાં જિનકલ્પનું જે વર્ણન છે તે મેં અહીં સંક્ષેપમાં ઉતાર્યું છે તેથી તેના દ્વારે અને અહીં ગણાવેલાં દ્વારમાં ભેદ આવે તે સ્વાભાવિક છે. જુઓ બહલ્કકલ્પ ગા૧૧૩ર થી. પંચવસ્તુ ગા. ૧૩૬૮થી. ૧૧. સ્થવિરક૫:–
આચાર્યાદિ જે ગચ્છવાસી હોય છે તે સ્થવિર કહેવાય છે. તેમની જે આચારમર્યાદા તે સ્થવિરકલ્પરિસ્થતિ. તે આ પ્રમાણે-(૧) વિધિપૂર્વક પ્રવજ્યા લેવી તે, (૨) ત્યાર પછી પ્રતિદિનકૃત્યને અને શાસ્ત્રને અભ્યાસ, (૩) શાસ્ત્રના અર્થનું ગ્રહણ, (૪) અનિચતવાસ- ચાતુર્માસ સિવાયના દિવસમાં એક માસથી વધારે કયાંઈ ન રહેતાં દેશદર્શન કરવું, (૫) નિષ્પત્તિ – વિહાર દરમિયાન નવા નવા ગ્ય શિષ્યને દીક્ષા આપી સાધુ બનાવવા અને વિહરવું–તે વખતની મર્યાદા આ પ્રમાણે - ૧. આચાર્ય, ૨. ઉપાધ્યાય, ૩. ભિક્ષુ, ૪. સ્થવિર અને ૫. શૈક્ષ આમ પાંચ વર્ગમાં સંપૂર્ણ સાધુસમુદાય વહેંચાઈ જાય છે. (૬) વિહાર – કર્યું ક્ષેત્ર સાધુસમુદાય માટે વિહરવા યોગ્ય છે અને કહ્યું નથી એની તપાસ કરીને પછી તે તે ક્ષેત્રમાં વિહાર કરવો. અને તે વેળાએ ઉપધિ કેણ કેવી રીતે ઉપાડે એ બધી મર્યાદા, અને ઉપાશ્રયમાં કેમ પ્રવેશવું અને ભિક્ષા માટે કેમ નીકળવું ઇત્યાદિના નિયમોનું પાલન, (૭) સમાચાર– ઇચ્છાકાર, મિથ્યાકાર આદિ દશવિધ સમાચારીનું પાલન તથા બીજા નાના મેટા જે નિયમ હોય તેમનું પણ પાલન. વિસ્તાર માટે જુઓ બૃહત્કલ્પ ભાગ-ગા. ૧૪૪૬થી. ૧૨. સમાચાર –
જુઓ ભગવતી શ૦ ૫, ઉ૦ ૭, પૃ૦ ૧૪૪. આ જ દશ સમાચારીનું વર્ણન ઉત્તરાધ્યયન અ૦ ૨૬માં વ્યુત્ક્રમે છે. પણ તેની નિર્યુક્તિની ગાથામાં આ જ ક્રમે છે (ગા) ૪૮૨થી). આવશ્યક નિર્યુક્તિમાં તો પ્રસ્તુતસૂત્રગત ગાથાઓ જ છે-ગા. ૬૬૫થી. બૃહત્કલ્પ ગા૦ ૧૩૭૮માં તથા ૧૬૨૩માં આ દશ સમાચારી ગણાવી છે અને તદુપરાંત ગાત્ર ૧૩૮૧થી તથા ૧૬૨૪થી ચક્રવાલ સમાચારીનું વર્ણન છે, તેમાં પ્રથમ જિનકપીને યોગ્ય અને પછી સ્થવિરકલ્પીઓને યોગ્ય સમાચારીનું વિસ્તારથી વર્ણન છે. વળી, જુઓ પંચાશક ૧૨મું. શિષ્ટાચરિત ક્રિયાકલાપ તે સમાચારી. તેના ત્રણ ભેદ છે– ૧. એઘસમાચારી- અર્થાત, સામાન્ય સમાચારી જે એધનિયુક્તિમાં
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org