________________
ર.
૧, સંઘવ્યવસ્થા ર૬. પ્રવ્રજ્યાદિ–- કોઈની પ્રત્રજ્યા અને મુંડન કરતો જ નથી. કેઈને અવશ્ય દીક્ષા લેશે એ ધારી ઉપદેશ આપે છે પણ પછી દીક્ષા માટે સંવિગ્ન સાધુ પાસે મોકલી આપે છે.
ર૭. પ્રાયશ્ચિત્ત –મનથી પણ જે કઈ સૂક્ષ્મ અતિચાર થયે હોય તે જઘન્ય પ્રાયશ્ચિત્ત પણ ચાર ગુરુમાસનું છે.
૨૮. નિષ્કતિકર્મ – આંખના મેલને પણ કાઢતા નથી તો પછી શરીર ચિકિત્સા તે કરે શેના?
ર૯. કારણ –જેમ બીજા સાધુઓ જ્ઞાનાદિના કારણે અપવાદમાર્ગનું સેવન કરે છે, તેમ જિનકલ્પીને કઈ એવા કારણસર અપવાદમાર્ગનું સેવન ન પદ્ધ જ છે.
૩૦. તૃતીય પિરસી–તેમને ભિક્ષાકાલ અને વિહા૨કાલ છે અને બાકીના વખતમાં કાર્યોત્સર્ગની પાલન છે. ચાલવાની શક્તિ ન હોય તો નિત્યવિહાર ન કરે પણ એક ક્ષેત્રમાં વધારે તો રહે જ નહિ.
૩૧. સમાચાર–સાધુસમાચારના દશ ભેદ છે તેમાંથી – (૧) આવશ્યકી– કયાંઈક બહાર જવાનું હોય ત્યારે “જવું આવશ્યક છે.” એમ કહેવું તે, (૨) બહારથી પાછા ફરી “હવે મારે માટે ગમન નિષિદ્ધ છે” એમ કહેવું તે, (૩) મિથ્થાકાર,– કોઈ સ્કૂલના થઈ હોય તે
આ મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ” એમ કહેવું તે, (૪) આપૃચ્છા– પિતાના કાર્યની રજા માંગવી તે, (૫) ઉપસંપદા – બે પ્રકારની છેઃ સાધુ પાસે અને ગૃહસ્થ પાસે; તેમાંથી ગૃહસ્થને સ્થાન નિમિત્તે પૂછવું અને રજા લેવી તે જિનકલ્પીને હોય; પણ જ્ઞાનાદિ નિમિત્તે બીજા સાધુ પાસે આજ્ઞા માંગી રહેવાની ઉપસંપત તેમને ન હોય. – આ પાંચ સિવાયની બીજી સમાચારી જિનકલ્પીને નથી હોતી.
પારિવારિક માટે પણ આ બધો વિચાર સરખે જ છે; પણ જે ભેદ છે તે નીચે પ્રમાણે—
આ પારિવારિકે જિનની પાસે જ તેવું ચારિત્ર અંગીકાર કરે છે અને જઘન્યથી એકથી ત્રણ ગચ છે આવું વ્રત અંગીકાર કરે છે. પારિવારિકનું પારણું બેલથી છે જ્યારે જિનક૯૫ માટે તેમ નથી. પારિહારિક ક૯૫ અલ્પકાલીન પણ છે જે તે કલ્પ પૂરું થયા પછી સ્થવિર કલ્પમાં પાછા આવે; અને જાવજીવ પણ છે જે તેને પૂરે થયા પછી જિનકલ્પમાં આવે અગર ફરી ફરીને તે જ કલ્પ સ્વીકારે. આ સિવાય બીજો પણ ભેદ છે તે જિજ્ઞાસુએ જેઈ લેવા.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org