________________
૮૦૧
૧. સંધવ્યવસ્થા
૮૦૧ ૫. એકલ–તેની સાથે બીજે કઈ ન હોય.
૬. ઈંડિલ–જ્યાં મલ-મૂત્રને ત્યાગ કરે છે તે જગ્યા વિજન હેય અને ત્યાં જ જે વસ્ત્રોની જરૂર ન હોય તે ફેંકી દે છે. ગમે તેમ થાય પણ સાધુને અગ્ય ભૂમિમાં મલમૂત્રને ત્યાગ ન કરે.
૭. વસતિ–નિવાસસ્થાન જેવું મળે તેવું જ વાપરે; આફતમાં પણ તેનાં બારણાં બંધ ન કરે. તેમ જ ત્યાંનાં દર વગેરે બંધ ન કરે, અને તેને વિષે જરા પણ મમત્વ ન રાખે.
* ૮. વસતિનો માલિક જે તેમને શિખામણ આપે કે, “તમારે મકાનમાં આમ રહેવું અને આમ ન રહેવું, આ મળમૂત્ર ત્યાગવાની જગ્યા છે અને આ નથી, કેટલો કાળ રહેશો? આ તો તમે વાપરજે અને આ નહિ, મકાનની સંભાળ રાખજે ગાય-ઢેર આવે નહિ, કાંઈ પડી જાય તે સમું કરજે” – આવું કહે તો તે વસતિમાં રહેવાને વિચાર સરખો પણ ન કરે. વળી જેમાં બલિ દેવા હેય, દીવો બળતો હોય, કઈ પ્રકારને અગ્નિ આદિથી પ્રકાશ હોય, વળી કેાઈ પાડેશી ગૃહસ્થ આવીને કહે કે અમારા ઘરની પણ જરા સંભાળ રાખજે, વળી તમે કેટલા જણ અહીં રહેશે એમ કોઈ પૂછે – તો પણ એ વસતિમાં જિનકલ્પી ન રહે.
૯. ભિક્ષાચર્યા – તૃતીય પારસીમાં પૂર્વોક્ત પ્રકારે લે– લખીસુકી.
૧૦. ભિક્ષુની કોઈ પ્રતિમા સ્વીકારતા નથી. અબેલ પણ કરતા નથી. કારણ હમેશાં નિર્લેપ વસ્તુ લેવાની મર્યાદા જ આ કલ્પની છે.
૧૧. જ્યાં માસકલ્પ કર્યો હોય ત્યાં ગામને છ પંક્તિમાં વહેંચી નાખે અને પ્રત્યેક દિવસ અકેક પંક્તિમાં ભિક્ષા માગે.
૧૨. એક જ મકાનમાં જિનકલ્પીઓ રહે તે ઉત્કૃષ્ટથી સાત રહે. પણ તેઓ પરસ્પર વાતચીત ન કરે.
૧૩. ક્ષેત્ર – જિન કલ્પીના જન્મનું ક્ષેત્ર અને જ્યાં તેણે જિનકલ્પને સ્વીકાર કર્યો હોય તેવું ક્ષેત્ર કર્મભૂમિ જ છે. અકર્મભૂમિમાં તેમને જન્મ અગ૨ જિનકલ્પનો સ્વીકાર હેતો નથી. પણ જે દેવ વગેરે કઈ ઊઠાવી લઈ જાય તો અકર્મભૂમિમાં પણ લાભે.
૧૪. કાલ– અવસર્પિણીમાં જન્મની અપેક્ષાએ તૃતીય અને ચોથો આરે; પણ સદ્ભાવ પાંચમાં પણ હોય. અને ઉત્સર્પિણીમાં જન્મ તો બીજા ત્રીજા અને ચેથામાં સંભવે પણ જિનકલ્પને સ્વીકાર ત્રીજા-ચોથામાં જ કરે. થા-૧૫૧
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org