________________
૨૦૦
સ્થાનાંગ સમવાયાંગ: ૫ જિનકલ્પનો સ્વીકાર ગમે તે ગમે ત્યારે નથી કરી શકતું પણ પ્રથમ તો ગચ્છમાં રહીને અને ગચ્છમાં સાધુઓને સંગ્રહ કરીને જ જિન કલ્પીના આચારનું પાલન કરવું પડે છે. તે આ – આહારની સાત પ્રકારની એષણા છે તેમાંથી માત્ર પાંચ પ્રકારની એષણાની છૂટ છે અને તેમાં પણ એક અશન એક પાનનો અભિગ્રહ ધારણ કરવો જોઈએ. જિનકલ્પ બે પ્રકારને છે – પાણિ પાત્ર અને સપાત્ર, તથા સચેલ અને અચેલ. તેમાંથી જે પ્રકારની તેને ઇચ્છા હોય તેવો અભ્યાસ કરે જોઈએ. અને ગચ્છમાંથી નીકળતાં પહેલાં પણ ગચ્છમોહ, ઉપધિમોહ, વિગયુમેહ, શય્યાદિને મોહ એ બધાને સમ્યક્ પ્રકારે ત્યાગવા જોઈએ; લૂખું-સૂકું ખાવાની ટેવ પાડવી જોઈએ; અને પ્રશસ્ત ભાવનાઓને અભ્યાસ કરવો જોઈએ. વળી ઊકડા આસનની ટેવ પાડવી જોઈએ કારણ જિનકપીને નિષદ્યા તો છે જ નહિ. એટલે સદૈવ ઊ કડા આસને જ રહેવું પડે છે. આવી તેયારી કર્યા પછી પોતાના સંધને કે ગણને ભેગો કરી તીર્થકર સમક્ષ, અને તે ન હોય તો ગણધર, તે પણ ન હોય તે ચૌદપૂર્વ, તે ન હોય તો અભિન્ન દશપૂવી અને તે પણ ન હોય તો વટવૃક્ષ જેવા કોઈ વૃક્ષ સમક્ષ જિનકલ્પન અંગીકાર કરે. અને તે વખતે સર્વ કોઈને ખમાવે. પછી પોતાના સ્થાને જેને આચાર્ય સ્થાપિત કર્યો હોય તેને પણ ઉપદેશ આપે કે, સમ્યફ પ્રકારે ગચ્છની અનુપાલના કરજે. આમ કહી પક્ષીની જેમ સર્વ કાંઈ છોડી એકલો માત્ર પાત્ર લઈને એકાંતમાં નીકળી પડે છે. તૃતીય પિરસી સુધી વિહાર કરે અને એથી પિરસીમાં તે જ્યાં હોય ત્યાં જ વાસ કરે. અને ક્રમશ: માસ પર્યત રહેવા લાયક ક્ષેત્ર મળે એટલે ત્યાં વાસ કરે છે. જિન કલ્પી વિષે વિચાર નીચેના કારથી કરવામાં આ છે –
૧. શ્રુત-જન્ય શ્રુતજ્ઞાનમાં નવમા પૂર્વની આચાર નામની વસ્તુ અને ઉત્કૃષ્ટ ભિન્ન દશપૂવ હેય.
૨. સંહન-વજઋષભનારાચ સહન ન હોવું જોઈએ.
૩. ઉપસર્ગ – ગમે તેવા આવે છતાં સહન કરે; પણ પ્રતિકાર કરવાની ઇચ્છા ન કરે.
૪. વેદના બે પ્રકારેઃ (૧) આભ્યપગમિકી–પ્રત્યેક દિવસે લાચ કરે તે અને તેના જ જેવી સ્વયંસ્વીકૃત આતાપના તપ વગેરેથી થતી. તપ પારિવારિક પ્રમાણે સમજવાનું છે. તથા (૨) જરા અને કર્મ પાકજન્ય વેદના તે ઔપક્રમિકી.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org