________________
૧. સંઘયવસ્થા
૭૯ બને છે અને ચાર નિર્વિશમાન અર્થાત તપસ્યા કરનારા અને ચાર તેમની સેવા કરનારા - અનુચર બને છે. છ માસ પર્યત નિયમ પ્રમાણે તપ કર્યા પછી નિર્વિશમાન અનુચર બને છે અને અનુચર નિર્વિશમાન બને છે. તેઓ પણ છ માસ પર્યત તપસ્યા કરે છે. ત્યાર પછી વાચનાચાર્ય છ માસ પર્યત તપસ્યા કરે છે અને બાકીના બધા અનુચર બને છે અને તેઓમાંનો કેઈ એક વાચનાચાર્ય, જેએ તપસ્યા નથી કરતા તેઓ પણ રેજ આયંબિલ તો કરે જ છે. આમ ૧૮ માસનો આ પારિવારિક કલ્પ છે.
પારિહારિક તપસ્યામાં ઉપવાસ આ પ્રમાણે છે. ગ્રીષ્મ ઋતુમાં જઘન્ય એક ઉપવાસ, મધ્યમ બે ઉપવાસ અને ઉત્કૃષ્ટ ત્રણ ઉપવાસની મર્યાદા છે. શીતઋતુમાં જઘન્ય બે, મધ્યમ ત્રગુ અને ઉત્કૃષ્ટ ચાર ઉપવાસની મર્યાદા છે. અને વર્ષાઋતુમાં જઘન્ય ત્રણ, મધ્યમ ચાર અને ઉત્કૃષ્ટ પાંચ ઉપવાસની મર્યાદા છે. આમાં પિતાની મર્યાદા પ્રમાણે જઘન્યાદિને સ્વીકારીને તપસ્યા શરૂ કરે. ઉપવાસ બે ત્રણ વગેરે જે લીધા હોય તેના પારણે અભિગ્રહ ધરી બેલ કરવાનું હોય છે અને વળી પાછા ઉપવાસ—આમ છ માસ પર્યત કરે. જુઓ – પ્રવચનસારોદ્ધાર ગા૦ ૬૦૨થી.
આ પારિહારિક પિતાને આ ક૯૫ પૂરો થયા પછી પાછા પોતાના ગચ્છમાં આવી પણ જાય છે; અને નથી આવતા તે જિનકલ્પને સ્વીકારે છે.
પારિવારિકની યોગ્યતામાં ચારિત્રશુદ્ધિ આવશ્યક છે જ તદુપરાંત નવપૂર્વનું જઘન્ય શ્રતજ્ઞાન પણ આવશ્યક છે તથા વ્યવહાર અને કહ્યું તથા પ્રાયશ્ચિત્તને પારગામી દેવા જોઈએ. અને અવસર્પિણીમાં ત્રીજા કે ચોથા અને ઉત્સર્પિણીમાં બીજા, ત્રીજા કે ચોથા આરામાં જન્મેલ હોવા જોઈએ.
આ પારિહારિક ચારિત્રને અંગીકાર કરનારા વિષે વિસ્તારથી જાણવા ઇચ્છનારે ચોથો કર્મગ્રંથ (સંસ્કૃત) ગા. ૧રમી જેવી. અથવા પંચવસ્તુ ગાટ ૧૪૮૫થી. તેમાં જિનકપીનું વર્ણન છે. તે જ થોડા ફેર સાથે પારિહારિકને લાગુ પડે છે. જુઓ બૃહકલ્પ ગા૨ ૧૪૨૫થી.
૧૦. જિનકલ્પઃ
ગચ્છથી બહાર જઈને તપસ્યાપૂર્વક જીવન વિતાવનારને કહ્યું તે જિનકલ્પ; તેમની મર્યાદા તે જિનકલ્પસ્થિતિ.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org