________________
૭૮
સ્થાનાંગસમવાયાંગ: ૫ સાધુઓનું સામાયિચારિત્ર જીવન પર્યતજ હોય છે. વચલા તીર્થકરના સાધુઓને પિતાના સામાચિકચારિત્રની આ મર્યાદાઓ છે– ૧. જેના ઘેર ઊતર્યા હોય તેના ભેજનપાનને પરિવાર, ૨. ચાર મહાવ્રતનું પાલન, ૩ વંદના કરવી, ૪. જેણે પિતાનાથી પહેલાં વ્રત અંગીકાર કર્યા હોય તેને મોટે માન. આ ચાર ક૯૫નું પાલન તે અવશ્ય કરવું જ જોઈએ. અને આ ચાર સિવાય બાકીના છ કલ્પ વિષે અનિયમ હોય છે. તે આ—૧. પિતાના માટે બનેલ ભેજનપાન લે પણ ખરું અને ન પણ લે; ૨. તે જ પ્રમાણે રાજપિંડ વિષે; ૩. જ્યારે દેષ લાગ્યો હોય ત્યારે જ પ્રતિક્રમણ કરે, અન્યથા નહિ; ૪. વર્ષાવાસ સિવાયના મહિનાઓમાં એક ઠેકાણે મહિનાથી વધારે રહે પણ ખરા અને ન પણ રહે; ૫. વર્ષાવાસને પણ નિયમ નહિ; ૬. નગ્નતાને પણ નિયમ નહિ.
પ્રથમ અને અંતિમ તીર્થંકરના અનુયાયીઓને માટે આ પ્રકારને સામાયિક કલ્પ નથી.
(૨) પ્રથમ અને અંતિમ તીર્થકરના સમયમાં અમુક વખત પછી પાંચ મહાવ્રતોનુંના આરોપણ કરવારૂપ છેદો પસ્થાપનીય ચારિત્ર આપવામાં આવે છે, તેની મર્યાદાઓ આ પ્રમાણે છે–૧. આચેલક્ય અર્થાત્ નગ્નતા, ૨. પિતાના માટે બનેલ પાનજનનો ત્યાગ, ૩. જેને ત્યાં ઊતર્યા હોય તેના પાન-ભજનનો ત્યાગ, ૪. રાજપિંડનો ત્યાગ, પ. વંદનાવ્યવહાર, ૬. પાંચ મહાવ્રતની પાલના, ૭. જેને પાંચ મહાવ્રતનું આરોપણ પ્રથમ થયું હોય તેને મોટા માનવાની પ્રથા, ૮. દેશી હોય કે નિર્દોષ પણ સવાર સાંજ પ્રતિક્રમણ અવશ્ય કરવું, ૯. ચાતુર્માસ સિવાયના દિવસોમાં એક માસથી વધારે ક્યાંય રહેવું નહિ, ૧૦. અને ચાતુર્માસ વર્ષાઋતુમાં કરવું. આ દશે નિયમો અવશ્ય પાળવા જોઈએ, એવી આ કલ્પની મર્યાદા છે. આચેલના બે અર્થ કરવામાં આવ્યા છે: અલ્પવન્નતાને પણ આચેલક્ય. કહી શકાય અને નગ્નતાને પણ. શ્વેતાંબરો આ બને અર્થને માને છે, ત્યારે દિગંબરે માત્ર નગ્નતાને જ.
(૩) જેઓ પરિહાર વિશુદ્ધિ તપને સ્વીકારીને રહ્યા હોય તે નિર્વિશમાન કહેવાય છે. તેઓને યોગ્ય જે મર્યાદા તે નિર્વિશમાના. કલ્પસ્થિતિ. તેમની મર્યાદા આવી છે – નવ સાધુઓની મંડળી બનીને પરિહારવિશુદ્ધિક ચારિત્રને અંગીકાર કરે છે–તેમાં એક વાચનાચાર્ય
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org