________________
૧. સંઘવ્યવસ્થા પ. ગણુની સંપત્તિના ભેદે –
આચારસંપત્તિ ચાર છે: ૧. સદૈવ આચારમાં સમાધિશીલ હોય; ૨. પિતાની બડાઈને ભાવ ન લેવો; ૩. અનિયત વિહાર; ૪. શરીર અને મનથી નિર્વિકારી.
શ્રતસંપત્તિ ચાર પ્રકારે છે: ૧. બહુશ્રુતતા; ૨. પરિચિતસૂત્રતા; ૩. વિચિત્રસૂત્રતા. ૪, સૂત્રોચ્ચારની વિશુદ્ધિ.
શરીરસંપત્તિના ચાર પ્રકાર: ૧. શરીરની સમપ્રમાણતા; ૨. લજજા આવે તેવાં અંગોને અભાવ; ૩. બધી ઇદ્ધિની પૂર્ણતા; ૪. સંહનનની સ્થિરતા.
વચનસંપત્તિના ચાર પ્રકાર: સૌ તેમના વચનને સ્વીકારે તે આદેયવચનતા; ૨. મધુરવચનતા; ૩. મધ્યસ્થભરી વાણી; ૪. અસંદિગ્ધ વાણી.
વાચનાસંપત્તિના પણ ચાર પ્રકાર: ૧. જાણીને ઉદ્દેશન; ૨. જાણીને સમુદેશ– શિષ્ય શાસ્ત્રને પચાવી શકશે નહિ તે જાણીને વધારે પાકું કરવાનું કહેવું તે; ૩. પરિનિર્વાચ્ય વાચના- પ્રથમનું પાકું કરાવીને જ આગળ વાચના આપવી તે; ૪. અર્થનિર્માપણું–પૂવાપર સંગતિ સમજાવીને અર્થ કથન કરવું તે.
મતિ સંપત્તિ : ૧. અવગ્રહ, ૨. ઈહા, ૩. અવાય અને ૪. ધારણા ભેદે ચાર પ્રકારની છે.
પ્રયોગ એટલે વાદવિષયક સંપત્તિના ચાર ભેદ: ૧. વાદ કરવાનું સામર્થ્ય છે કે નહિ તે તપાસવું – આત્મપરિક્ષા; ર પુરુષપરિજ્ઞાન – પ્રતિવાદી કા માને છે તે જાણવું તે; ૩. ક્ષેત્રપરિજ્ઞાન ૪. વસ્તુપરિજ્ઞાન. અહીં વસ્તુને અર્થે રાજા-અમાત્ય વગેરે સભાસદે સમજવા એમ ટીકાકાર કહે છે. પણ જે તેને અર્થ વિષય પરિક્ષાન એમ કર્યો હોય તે ?
સંગ્રહ અર્થાત સ્વીકાર તદ્વિષયક સંપત્તિના ચાર ભેદ – ૧. ક્ષેત્રસંપત્તિઆ ક્ષેત્ર મારા શિષ્ય સમુદાયને યંગ્ય છે કે નહિ તે જાણવાની શક્તિ; ૨. પાદપીઠ, ફલક વગેરે કેટલાં જોઈશે તેનું જ્ઞાન ૩. ક્યારે સ્વાધ્યાય અને
ક્યારે ભિક્ષા એ સમયવિભાગ કરવાની શક્તિ; ૪. ચોથોચિત વિનય વિષયક.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org