________________
૧. સંધ-વ્યવસ્થા
૭૩
કહ્યું કે, અત્યારે આપના શરીરમાં રોગ ઉત્પન્ન થયા છે તેથી પ્રથમ જેવું રૂપ તમારું અત્યારે નથી; આ જોઈને અમે ખિન્ન થયા છીએ. રાજાને આ વચનો સાંભળી વૈરાગ્ય આવ્યો અને તેણે દીક્ષા લીધી. આ રોગને કારણે દીક્ષા લીધાનું ઉદાહરણ છે.
દીક્ષા લેવાથી જીવક કોમારભત્યની ચિકિત્સાને લાભ મળશે એમ ધારી ઘણું રેગીઓ બૌદ્ધ દીક્ષા લેવા મંડા. એ જાણી ભગવાન બુદ્ધ રોગીને દીક્ષા આપવી નહિ, એવો નિયમ કર્યો. જુઓ – વિનય પૃ૦ ૧૧૫.
અનાથઃ—જેના પિતા તો પિતે ગર્ભમાં હતો ત્યારે જ મરી ગયા અને માતા જન્મ પછી તરત જ – એ નંદીણ પિતાના મામાને ત્યાં ઊછર્યો હતો, અને તેનું બધું કામ એક નોકરની જેમ કરતો હતો. એટલે લોકોમાં કચાંય તેને આદર મળતો નહિ. આવી રીતે અનાદર પામીને તે બહુ દુઃખી થતો. તેને સમજાવવા તેના મામાએ કહ્યું કે, ભલે બીજા તને પિતાના કન્યા ન આપે, પણ હું તે મારી પુત્રી તને આપીશ. પણ તેના નસીબે તેની પુત્રીઓએ પણ તે કુરૂપ હોવાથી પરણવા ના પાડી. આથી નિરાશ થઈને તે મરવાનો વિચાર કરતો હતો તેવામાં એક સાધુ તેને મળ્યા અને દીક્ષા આપી. આ અનાદરથી લેવાયેલ દીક્ષાનું ઉદાહરણ છે.– જુએ ઉપદેટાપદ ગા. ૬૧૮થી.
ટેવ દ્વારા પ્રતિવય પામીને – આના ઉદાહરણ તરીકે મેતાર્યની કથા પ્રસિદ્ધ છે. મેતાર્ય પૂર્વ ભવમાં પુરોહિતપુત્ર હતો. અને તેને મિત્ર રાજપુત્ર હતો. બન્નેને સાગરચંદ્ર નામના રાજપુત્રના કાકાએ કપટથી દીક્ષા દીધી. રાજપુત્ર તે કાકા જાણ ગમ ખાઈ ગયે; પણ પુરોહિતના મનમાંથી કાંટે ગયે નહિ. બને મરીને દેવ થયા, અને સંકેત કર્યો કે જે પ્રથમ મરીને મનુષ્યલોકમાં જાય તેને બીજાએ બંધ આયો. પુરોહિતપુત્ર પ્રથમ જ ઍવીને હલકા કુળમાં જન્મે પણ તેને એક શેઠાણીએ પિતાની તે જ વખતે જમેલી પુત્રી આપીને લઈ લીધો. તેના વિવાહ વખતે દેવ બોધ આપવા આવે પણ તે સમયે નહિ; તેથી દેવે તેની હલકા કુળમાં જન્મવાની હકીકત સૌને કહી દીધી. આથી તે દીક્ષા લેવા રાજી તો થયો પણ કહ્યું કે મારે આ અવર્ણવાદ થયો તેનાથી મુક્ત કરવાની પ્રથમ તારી ફરજ છે. ગમે તે પણ પ્રકારે જે રાજકન્યા મને મળે તે મારી આબરૂ પાછી બંધાય. પછી બાર વરસ તેની સાથે લગ્નજીવન વિતાવી હું દીક્ષા અવશ્ય લઈશ. આ સાંભળી દેવે
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org