________________
૭૯૨
સ્થાનાંગસમવાયાંગ: ૫ પ્રતિશ્રતા : એ દેવોએ અવધિજ્ઞાનથી જોયું કે પોતે એક બ્રાહ્મણના ઘરે પુત્રયુગલરૂપે ઉત્પન્ન થવાના છે. એટલે તેઓ પુત્રની પ્રાપ્તિ માટે ફાંફાં મારતા તે બ્રાહ્મણ પાસે શ્રમણરૂપ ધરીને આવ્યા અને તેને તેમણે ધર્મોપદેશ કરી જૈન શ્રાવક બનાવ્યું. બ્રાહ્મણે વાતવાતમાં પૂછયું “મારે પુત્ર થશે કે નહિ?” શ્રમણરૂપધારી દેએ જવાબ આપ્યો “તારે પુત્રયુગલ થશે પણ તેઓ બને કુમારાવસ્થામાં જ દીક્ષા લઈ લેશે. માટે તેમને સુખે સુખે દીક્ષા લેવા દેજે; કશે અંતરાય કરીશ નહિ.” બ્રાહ્મણે એ વસ્તુને સ્વીકારી (પ્રતિશ્રત કરી). આમ તેની પાસે સ્વીકૃતિ લઈને તેઓ અંતર્ધાન થઈ ગયા. કાળક્રમે બ્રાહ્મણને પુત્રો થયા. પણ પુત્રહને કારણે તેણે તેમને શીખવ્યું કે શ્રમણે તો રાક્ષસ જેવા હોય છે અને માંસ ખાય છે. માટે કદી તેમને સંગ કરે નહિ. આથી તે પુત્રો સાધુઓથી ડરતા હતા. એક વખત બન્યું એમ કે તેઓ ફરવા નીકળ્યા હતા. તેટલામાં દૂરથી શ્રમણ આવતા જોયા. તેઓ ડરીને બીજું આશ્રયસ્થાન નહિ હોવાથી ઝાડ પર ચડી ગયા. શ્રમણે પણ ઝાડ નીચે વિશ્રામ કરી ઝેળી ઉઘાડી જમવા બેઠા. ઉપરથી પેલાઓએ જોયું કે આ તો માંસ જેવું કશું ખાતા નથી; અમારા જેવો સાદો જ ખેરાક ખાય છે. એમ વિચારતાં વિચારતાં તેમને જાતિસ્મરણ થયું. એટલે પછી માતા-પિતાની આજ્ઞા લઈ તેમણે દીક્ષા લીધી અને તેમને પણ સમજાવી દીક્ષા દીધી. આ પ્રતિશ્રુતાનું ઉદાહરણ છે. જુઓ ઉત્તરાધ્યચ અ૦ ૧૪ની નિયુક્તિ.
અરજ કરાવવાથી : – મલ્લીકુંવરીએ તેમના પર આસક્ત થયેલા રાજાઓને પૂર્વભવનું વૃત્તાંત યાદ આપી દીક્ષા લેવા રાજી કર્યો, તે આ પ્રવ્રજ્યાનું ઉદાહરણ સમજવું. કથા માટે જુઓ જ્ઞાતાધર્મ કથાગ મલ્લી – અધ્યયન ૮મું
નથી:– ચોથા ચક્રવતી સનકુમારના રૂપની પ્રશંસા ઇન્ડે કરી તેથી બે કે તેનું રૂ૫ જેવા મૃત્યુલોકમાં આવ્યા. તે સ્નાન કરવાની તૈયારી કરતો હતો તે વખતનું પણ તેનું રૂપ જોઈને તેઓ ચકિત થયા, અને પિતાને અચંબે રાજાને કહ્યો. એટલે રાજાએ ગર્વમાં આવી કહ્યું, મારું ખરું રૂપ તો મારી સભામાં હું બેઠે હોઉં ત્યારે જોવા આવજે. પછી તે દેવે સભામાં હાજર થયા પણ રાજા તરફ જઈ તેમણે જરા મોટું કટાણું કર્યું. એટલે રાજાએ તેમ કરવાનું કારણ પૂછ્યું. દેવોએ રાજાને
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org