________________
૧. સંઘવ્યવસ્થા
૭૯૧ મથુરા છતવા મોકલ્યો – પણ તે પૂછવું ભૂલી ગયો કે કઈ મથુરા જીતવી, પાંડુમથુરા કે મથુરા ? એટલે તેણે બને મથુરા છતીને રાજાને જણાવ્યું. રાજાએ ખુશ થઈને તેને યથેચ્છ વિહારની છૂટ આપી. એટલે તે મોડી રાત સુધી પણ ઘરે આવે નહિ. તેની પત્ની બિચારી દુઃખી થઈ જાગતી રહે. આખરે તેણીએ સાસુને એ હકીકત જણાવી. એટલે તે રાત્રે સાસુએ તેણીને સુવાડી દીધી અને જાગરણ કર્યું. મોડી રાત્રે શિવભૂતિ આવ્યો એટલે માએ કહ્યું કે, મારે તારું કામ અત્યારે નથી. જ્યાં ઊઘાડાં કમાડ જીએ ત્યાં જા. આથી શિવભૂતિને બહું રોષ થયે અને રોષમાં ને રોષમાં તે એક ઉપાશ્રયમાં દાખલ થયે, અને આય કૃષ્ણને દીક્ષા દેવા જણાવ્યું. તેમણે માતાની આજ્ઞા ન હોવાથી ના પાડી. એટલે તેણે સ્વચલોચ કર્યો. આથી આર્ય કૃષ્ણ તેને લિંગ આપ્યું અને સૌ સાથે વિચારવા લાગ્યા. આ રોષથી લેવાતી દીક્ષાનું ઉદાહરણ છે. જુઓ આવશ્યક નિર્યુક્તિભાષ્ય ગા૦ ૧૪૫ ની ટીકા; અથવા વિશેષાવશ્યક ભાષ્ય ગાત્ર ૨૫૫૧ ની ટીકા.
ટ્રાચિને કારણે લીધેલી : એક લાકડહારે દારિદ્રયથી ખૂબ પીડાતો હતો. એક શ્રાવકે તેને ધર્મોપદેશ કર્યો એટલે તેણે સાધુ પાસે દીક્ષા લીધી. આ ઉદાહરણ આ પ્રવજ્યા માટે પ્રસિદ્ધ છે.
સ્વ નથી કે સ્વપ્નમાં લીધેલી : આના ઉદાહરણ તરીકે પુષચૂલાની કથા છે. આની કથા આ પ્રમાણે છે: પુષ્યકેતુ નામને રાજા હતો. તેની રાણી પુષ્પવતીથી તેને એકસાથે બે બાળક થયાં. પુત્રનું નામ પુષ્પચૂલ રાખ્યું અને પુત્રીનું નામ પુષ્પચૂલા. નાનપણથી જ ભાઈ-બહેનને અત્યંત સ્નેહ હતો. અને જેમ જેમ તે મોટાં થયાં તેમ તેમ વધતો જ ચાલ્યો. પુત્રી ઉમરલાયક થઈ એટલે રાજાએ વિચાર્યું આ ભાઈ–બહેનને પ્રેમ એવો ગાઢ છે કે બને પરસ્પરના વિયોગને સહન નહિ કરી શકે. આથી બીજે નહિ. પરણાવતાં તેણે તે ભાઈ-બહેનને જ વિવાહ કરી દીધો. આ ઘટનાથી રાણી બહુ દુઃખી થઈ અને દીક્ષા લઈ સમ્યક પાળી સ્વર્ગે ગઈ. ત્યાં તેને પિતાની પુત્રીના ઉદ્ધારનો વિચાર આવ્યું. એટલે પ્રથમ તેણીને સ્વપ્નમાં નરક દેખાડયું, અને પછી સ્વર્ગ. નરકનું દુઃખ અને સ્વર્ગનું સુખ જોઈને તેણે એક જૈન સાધુને પૂછયું કે, જીવો નરકમાં શાથી જાય અને સ્વર્ગમાં શાથી? મુનિએ કહ્યું, વિષયાસક્તિ સદશ પાપોથી છવો નરકે જાય છે; અને વિષયને ત્યજવાથી જ સ્વર્ગમાં જાય છે. આ સાંભળી તેણીએ પિતા અને પતિની આજ્ઞાથી દીક્ષા લીધી. જુઓ ઉપદેશપદ ગાય ૧૩૦.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org