________________
૩૯૦
સ્થાનાંગ-સમવાચાંગ : ૫
ન હોય છતાં ખીન્દ્રના અભિપ્રાય માત્રથી લે તે તે રેચ્છાથી લીધેલી કહેવાય. સ્વેચ્છાના ઉદાહરણ તરીકે ગાવિંદ વાચકનું ઉદાહરણ છે. ગાવિંદ વાચકની કથા આવી છેઃ તે પ્રથમ બૌધ્ધ હતા, અને જૈન ગ્રન્થાના રહસ્યને જાણવા ખાતર કપટથી જૈન સાધુ બનીને જૈન આચાર્ય પાસે ભણવા આવ્યા હતા. પણ ભણતાં ભણતાં જ તેમનું મતપરિવર્તન થયું અને તેમણે પેાતાની વાત આચાર્યને કહી અને સ્વેચ્છાથી જૈન દીક્ષા અંગીકાર કરી. એટલે આ ગેવિંદ વાચકની દીક્ષા સ્વેચ્છા-સ્વીકૃત દીક્ષાનું દૃષ્ટાન્ત પૂરું પાડે છે. આ જ ગાવિંદાચાર્યે એક નિયુક્તિ રચી કહેવાય છે જે ગોવિદનિયુક્તિ કહેવાય છે. કથાના વિસ્તાર માટે જીએ ઉપદેશપદ ગા૦ ૨૮૫,
પરેચ્છાના ઉદાહરણ તરીકે સુંદરીનન્દની કથા છે. તે આ પ્રમાણે : નાસિક્ નામના નગરમાં નંદ નામના વાણિયા રહેતા હતા. તેની સુંદરી નામની સ્રીમાં તે અત્યંત આસક્ત હોવાથી તેને લેાકેા સુંદરીન દ કહેતા. તેના ભાઈ જે સાધુ થઈ ગયા હતા તેમને પાતાના ભાઈની આ દશાની જાણ થઈ અને તેથી તેમણે પેાતાના ભાઈને સુંદરીથી દૂર કરવાનું વિચાયુ. તે તેને ઘરે ભિક્ષા લેવા ગયા. ઘરનાં સૌએ તેમને ખૂબ ભાવથી ભિક્ષા આપી. તેમની પાસેનું એક પાત્ર તેમણે પાતાના ભાઈને આપી સાથે ચાલવા કહ્યું. ભાઈ સમજ્યેા કે મુનિ હમણાં પાત્ર લઈ લેશે અને રા આપશે. પણ તે તે તેને રત્ન આપે જ નહિ. સુંદરીન ંદને પેાતાની પત્નીના વિયોગ ખટકવા લાગ્યા. સાધુ ભ્રાતાએ સંસારની માયા વિષે ઘણું સમજાવ્યું પણ તેને વરાગ્ય જાગે જ નહિ. તેથી પેાતાની વિદ્યાના બળે પ્રથમ તે તેમણે વાનરયુગલ દેખાડ્યુ. તેમાં વાનરી વિષે પૂછ્યું કે આ કેવી રૂપવતી છે? ત્યારે તેણે કહ્યું કે અરે આ તા કળી છે. એટલે સાધુએ દેવયુગલ ઉત્પન્ન કરી બતાવ્યું. અને કહ્યું, જે આવી અપ્સરાથી પણ સુંદરી શુ વધારે સુંદર છે? ત્યારે અપ્સરાનું રૂપ જેઈને તે અન્નઈ જ ગયા અને પૂછવા લાગ્યા, આવી સુંદર સ્ત્રી શાથી મળે. એટલે સાધુએ કહ્યું, ધર્માચરણ કર— દીક્ષા લે તેા એવી અનેક મળે, આ સાંભળી તેણે દીક્ષા લીધી. આ દૃષ્ટાંતમાં તેના ભાઈની પ્રવ્રજ્યા દેવાની ઇચ્છા જ મુખ્ય ભાગ ભજવે છે, તેથી આ પરેચ્છાનું ઉદાહરણ સમજવું. કથા માટે જુએ ઉપદેશદ ગા૦૪૧,૧
રોષને કારણે લીધેલી પ્રત્રયાનું ઉદાહરણ : રથવીરપુર નગરમાં એક શિવમૂતિ નામનો મલ્લુ રહેતા હતા. રાજાએ તેનું પરાક્રમ જોઈને તેને
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org