________________
૧. સંઘવ્યવસ્થા બૌદ્ધધર્મમાં પ્રવ્રજ્યાવિધિ આ પ્રકારે છે– ૧. જ્ઞપ્તિ-કઈ ભિક્ષ સંઘ સમક્ષ ઊભો થઈ કહે કે અમુક વ્યક્તિ અમુકની પાસેથી ઉપસંપદાની ઇચ્છા રાખે છે, તો સંધ તેની અનુજ્ઞા આપે. ૨. અનુશ્રાવણ – “સંઘ અમુક વ્યક્તિને અમુક પાસે ઉપસંપન્ન સ્વીકાર કરે છે; કેઈને વાધે તો નથી ને? હોય તે બેલે” – આવું કઈ ભિક્ષુ ત્રણ વાર સંઘ સમક્ષ બેલે. ૩. ધારણા-“બધા ચૂપ છે એટલે અમુકની ઉપસંપદાને સંધને સ્વીકાર છે એમ હું સમજું છું” – આમ બેલે એટલે સમજી લેવાનું કે પ્રવજ્યા થઈ થઈ ચૂકી. આ જ્ઞપ્તિ, અનુશ્રાવણ, ઘારણાનો વિધિ તો જ થાય જે શૈક્ષ આવી ભિક્ષુસંધની સમક્ષ ઉપસંપદાની યાચના કરે કે, “ભન્ત! સંઘ પાસે મારી ઉપ સંપદાની યાચના કરું છું.’– જુઓ વિનય – પૃ૦ ૧૦૫. ૩. પડક-નપુંસકાદિ –
પંડક-નપુંસકનાં લક્ષણે શાસ્ત્રમાં બતાવ્યાં છે – જેમકે, તે સ્ત્રી સ્વભાવ હોય છે. તેના સ્વર અને વર્ગમાં સામાન્ય પુરુષ અને સ્ત્રી કરતાં વિલક્ષણતા હોય છે. તેની જનનેંદ્રિય લાંબી હોય છે. તેની વાણુ મૃદુ હોય છે. તે મૂતરે છે ત્યારે અવાજ થાય છે અને ફીણ વળતાં નથી. પંડકના મુખ્ય બે ભેદ છે : દૂષિતવેદ અને ઉપઘાતપંડક. દૂષિતવેદપંડક બે જાતના છે, પણ તેમનું સામાન્ય લક્ષણ એ છે કે, તેઓ સ્ત્રી અને પુરુષ બંને સાથે સંગ ચાહે છે. જેનાથી અપત્ય-સંતાન પેદા થઈ શકે તે આસક્તિદૂષિતવેદ પંડક કહેવાય છે અને જેનાથી સંતાન પેદા થઈ જ ન શકે તે ઉપસક્તિ પંડક કહેવાય છે.
ઉપઘાત પંડકના બે ભેદ છે: વેદોષઘાતકંડક અને ઉપકરણોપઘાતપંડક. અત્યંત કામાસક્તિથી સંભોગ કરવાથી કાળક્રમે અસામર્થ્ય આવે છે તે વેદપઘાત પંડક કહેવાય છે અને કોઈ કારણથી જનનેંદ્રિયને કાપી નાખવામાં આવે તો તે ઉપકરણેપઘાત પંડક કહેવાય છે.
પંડકને દીક્ષા એટલા માટે નથી દેવાની કે તેને જયારે વેદોદય થાય છે, ત્યારે તે અનાચાર કર્યા વિના રહી શકતો નથી. એટલે તે અને પર પક્ષે દૂષણ પેદા કરે છે. અને એ રીતે આખા સંધમાં અનાચારનું વાતાવરણ ફેલાવી દે છે. ૪. પ્રવજ્યાના પ્રકારનાં ઉદાહરણેઃ
પ્રવજ્યાના આ ભેદોનું વર્ણન પંચકલ્પ ભાષ્યમાં છે. પિતાને જ ખરેખર વૈરાગ્ય હોય અને દીક્ષા લે તે તે વેચ્છાથી લીધેલી, અને વૈરાગ્ય
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org