________________
૭૮
સ્થાનાં સમવાયાંગ: ૫
હવે માત્ર ૫૦૦ વર્ષ પર્યત જ શુદ્ધ બ્રહ્મચર્ય પળાવાને સંભવ છે. જે આમ ન થયું હોત, તો સંધની શુદ્ધિ બરાબર હજાર વર્ષ ટકી રહેત. આગળ જતાં ગૌતમીએ ભગવાન પાસે પેલા કડક નિયમને ઢીલો કરવા વિનંતી કરી પણ ભગવાને કહ્યું કે, એ બની શકે નહિ. કારણ, અન્યતીથિંકામાં પણ ભિક્ષુઓ ભિક્ષુણીઓને વંદન કરતા નથી; તો તથાગત-ધર્મમાં તે કેમ બને? જુઓ વિનયપિટક – પૃ૦ ૧૧૯–પરર; અંગુત્તર૦ ૮. ૫૧, જૈન સંઘમાં પણ ભિક્ષણ માટે એ નિયમનું પાલન બરાબર અત્યાર સુધી ચાલ્યું આવ્યું છે, અને હજુ તેમાં પરિવર્તન થયું નથી. જુઓ બૃહત્કલ્પ ભાષ્ય ગાત્ર ૪૪૧૬૨૦; ઉપદેશમાલા – ગા. ૧૫; પંચવતુ ગાઢ ૧૫૪, સેનપ્રશ્નમાં તે સ્ત્રી કેવળી થઈ ગઈ હોય તો પણ તેને લોકોનુસરણ કરીને સાધુ વંદન ન કરે, એમ લખ્યું છે. – સેનપ્રશ્ન. ૪. ૪૦.
૨. પ્રવજ્યા –
મોક્ષ પ્રતિ ગમન તે પ્રવ્રજ્યા. એટલે કે આરંભ અને બાહ્ય આત્યંતર પરિગ્રહને ત્યાગ કરે છે. જેને પ્રવજ્યા સ્વીકારવી હોય તે ગુરુ પાસે ઉપસ્થિત થાય છે, અને પિતાની ઇચ્છા વ્યક્ત કરે છે. અથવા આવેલ વ્યક્તિને ગુરુ પ્રોજન પૂછે છે. દીક્ષા લેવાની ઈચ્છા જાણી તેની પરીક્ષા કરે છે. આ પરીક્ષાકાલ સામાન્ય રીતે છ માસને છે. પછી એગ્ય કાલે ગુરુ તેને ચૈત્યવંદન આદિ શીખવે છે અને ક્રમશઃ સામાયિક પ્રતિક્રમાદિ શીખવે છે. આ સૂત્રદાન-વિધિ કહેવાય છે. ત્યાર પછી વીતરાગપૂજા કરીને તે ગુરુની સામે ઉપસ્થિત થાય છે, અને તે સમયે ગુરુ બીજા સાધુઓની સાથે ચૈત્યવંદન કરે છે. ત્યાર પછી શૈક્ષ પિતાને પ્રત્રજ્યા આપવા ગુરુને વિનંતી કરે છે. એટલે ગુરુ તેને ઊભા થઈને પાંચ નમસ્કારરૂપ મંગલ કરી, રજોહરણ
–જે જૈનલિંગ છે – તે સમર્પિત કરે છે. વળી પાછા શૈક્ષ પ્રણામપૂર્વક મુંડ કરવાની ગુરુને વિનંતી કરે છે. એટલે ગુરુ પણ પંચનમસ્કારપૂર્વક ત્રણ વાર થોડા થોડા કેશને લેચ કરે છે. ત્યાર પછી ક્રમશઃ સામાયિકારેપણ અને વાસક્ષેપ થાય છે. ટૂંકમાં પ્રવ્રયાવિધિ એ પ્રમાણે છે. નિશ્ચયનયે તે આવી લાંબી વિધિ વગર પણ પ્રવ્રજ્યા થઈ શકે છે; પણ વ્યવહારનયે આ વિધિ છે એમ સમજવું. આ વ્યવહારવિધિને અવલંબવામાં ન આવે, તો શાસનની એક વ્યવસ્થા જે સ્થપાઈ છે તે ન રહે; માટે તેનું અવલમ્બન પણ આવશ્યક છે. – જુએ પંચવસ્તુક પૃ૦ ૧-૩૭.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org