________________
પ
૧. સંઘવ્યવસ્થા ૩. પર્યાયસ્થવિર (વીસ વર્ષનો શ્રમણપર્યાય જેને થઈ ગયે હોય તે).
[-સ્થા૦ ૧૫૯] શૈક્ષની ત્રણ ભૂમિ છે – ૧. ઉત્કૃષ્ટ છ માસ; ૨. મધ્યમ ચાર માસ; ૩, જઘન્ય સાત રાત્રી.
[–સ્થા૧૫૯ ]
૯. અનુજ્ઞા વગેરે અનુરાના ત્રણ ભેદ છે –
૧. આચાર્ય આપે તે૨. ઉપાધ્યાય આપે તે; ૩. ગણી આપે તે.
તે જ પ્રમાણે સમનુજ્ઞા, ઉપસંપદા અને પરિત્યાગ" વિષે સમજવું.
[-સ્થા૧૭૪]
૧. જુઓ વ્યવહારસૂત્ર ઉ૦ ૧૦, સૂત્ર ૧૬.
૨. શાસ્ત્રપઠનની આજ્ઞા કે અધિકાર તે અનુજ્ઞા. તેના દાયક ભેદથી ત્રણ ભેદ સમજવા.
૩. સર્વગુણસંપન્ન (જુઓ વ્યવહાર ઉ૦ ૩.) એવા આચાર્ય ઉપાધ્યાય અને ગણું જે અનુજ્ઞા આપે તો તે સમનુજ્ઞા કહેવાય છે. તેના પણ દાયકભેદે ત્રણ ભેદ છે. અહીં ટીકાકાર પ્રાકૃત શબ્દ સમગુનાનો સમનોજ્ઞાઃ એ સંસ્કૃત પ્રતિશબ્દ સૂચવી વિકલ્પ સાધુના ત્રણ પ્રકાર પાડે છે: આચાર્ય, ઉપાધ્યાય અને ગણું. અને ક્ષુલ્લકાદિ બીજા સાધુઓનું અસ્તિત્વ છતાં ત્રિસ્થાન કાધિકાર હેવાથી વિવક્ષિત નથી એમ જણાવે છે. પણ તેમણે પ્રથમ અર્થ કર્યો છે તે વધારે સંગત લાગે છે.
૪. પિતાને ગણ છેડી બીજા ગણની વ્યક્તિને આચાર્યાદિ માને છે. ૫. આચાર્ય વગેરે પિતાનો ગણ છેડે તે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org