________________
૧. સંઘવ્યવસ્થા ૫. આચાર્યોપાધ્યાયના અતિશય ગણને વિષે આચાર્યોપાધ્યાયના પાંચ અતિશય છે –
૧. આચાર્યોપાધ્યાય ધળવાળા પગ ઉપાશ્રયમાં લાવી બીજા પાસે ઝટકાવરાવે કે લૂંવે તે પણ મર્યાદાનું ઉલંઘન નથી ગણાતું.
૨. આચાર્યોપાધ્યાય મળમૂત્રનો ઉત્સર્ગ અથવા તેની શુદ્ધિ ઉપાશ્રયમાં કરે તે પણ મર્યાદાનું ઉલ્લંઘન નથી ગણતું.
૩. અચાર્યોપાધ્યાય ઇરછે તો વૈયાવૃત્ય કરે અને ન ઈચ્છે તે ન કરે તે પણ મર્યાદાનું ઉલ્લંઘન નથી ગણાતું.
૪. આચાર્યોપાધ્યાય ઉપાશ્રયમાં એક રાત કે બે રાત એકલા રહે તો પણ અતિકમણ નથી થતું.
પ. આચાર્યોપાધ્યાય ઉપાશ્રયની બહાર ગમે ત્યાં એક રાત કે બે રાત એકલા રહે તો પણ અતિક્રમણ નથી.
[–સ્થા૦ ૪૩૮] આચાર્યોપાધ્યાયના ગણને વિષે સાત અતિશય છે –
૧–૫. ઉપર પ્રમાણે, ૬. ઉપકરણની વિશેષતા ૭. ભક્ત પાનની વિશેષતા.
[– સ્થા. ૫૭૦] ૬. કલહનાં કારણે અને નિવારણું ગણમાં પાંચ કારણે આચાર્યોપાધ્યાય કલહ કરાવે –
૧. ગણમાં રહેનારા શ્રમણોને સમ્યફ રીતે આજ્ઞા વા નિષેધ ન કરે,
૨. વા વા જ્ઞાનાદિથી જોઇ સાધુને યોગ્ય રીતે વંદનકર્મનો પ્રયોગ ન કરે;
૧. વ્યવહારસૂત્ર ઉ૦ ૬, સે. ૨ માં આ જ સૂત્ર છે; અને તેને વિસ્તાર વ્યવહારભાષ્યમાં છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org