________________
{
૩. તીથરા
૭૪૫
વસુદેવહિંડીના મતે તે ત્રીજી નરકમાંથી નીકળી પછી શતદ્વાર નગરમાં માંડલિક રાજા થશે અને ત્યાં ચારિત્ર અંગીકાર કરી તીર્થંકર નામકર્મ પામશે એમ સમજવું.
:
બળદેવ — કૃષ્ણના મોટાભાઈ બળદેવ પ્રસિદ્ધ છે. તે આ ન સમજવા. કારણ તે તે જ્યારે કૃષ્ણ તીર્થંકર હશે ત્યારે તેમના શાસનમાં મુક્તિલાભ કરવાના છે એવી કથા છે.
અડઃ— એ પરિવ્રાજક હતા. તે ભગવાનની દેશના સાંભળીને શ્રાવક થયા. અને પછી ભગવાને પેાતાની સુખશાતાના સમાચાર સુલસાને આપવાનું કહ્યું ત્યારે તેને આશ્ચર્ય થયું કે આ તે કેવી ખાઈ કે ખુદ ભગવાન સંદેશા કહેવરાવે. તેણે વિવિધ રીતે સુલસાની પરીક્ષા કરી અને ધર્મભક્તિમાં પેાતે પણ દૃઢ થયેા.
ઔપપાતિકમાં અડચરિત્રમાં તે મહાવિદેહમાં સિદ્ધ થશે એમ કહ્યું છે તેથી પ્રસ્તુત અંખડ કાઈ ખીને જ સમજવા તેઈએ.
આ સિવાયના બાકીના વિષે કશી માહિતી મળતી નથી.
ઉદ્ભકઃ -એક ઉદાયીનું નામ આવે છે જેણે તીર્થંકર નામકર્મ ઉષાજ્યું છે. તે જ આ ઉદ્ભક સમજવે! કે નહી' એ એક પ્રશ્ન છે, કારણ ત્યાં ટીકાકારે જણાવ્યું છે કે તે કાણિકના પુત્ર હતા. વળી પૃ૦ ૭૭ પર એમ આવશે કે ઉદક પેઢાલપુત્ર આગામી ઉત્સર્પિણીમાં ચાતુર્યામની પ્રરૂપણા કરશે. તેા તે પ્રમાણે તે ઉદકને પણ તીર્થંકર ગણવા જોઈએ. અને એ તે પાર્શ્વનુયાયી સાધુ હતા.
અહીં ઉદક રાબ્તથી ઉદક પેઢાલપુત્ર તે ન લઈએ, તે પછી સ્થાનાંગ ગત એ સૂત્રની શી ગતિ થાય ? વળી જે ઉદાયીને ન ગણીએ તે પણ સ્થાનાંગ સૂત્રના બાધ છે જ. વધારે સંભવ ઉદ્ભક પેઢાલપુત્રના છે. કારણ કેાણિકપુત્રનું નામ ઉદાયી છે.
સંભવ છે કે સ્થાનાંગની અને સમવાયાંગની વાચનાના ભેદને કારણે આમ બન્યું હોય કે સમવાચાંગ પ્રમાણે માત્ર ઉદ્રુફ જ ઇષ્ટ હોય અને ઉદાયી નહીં, જ્યારે સ્થાનાંગ પ્રમાણે બન્ને.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org