________________
૭૪૪
સ્થાનાં સમવાયાંગઃ ૪ શ્રીદેવ, ૭. કુલપુત્રદેવ, ૮. ઉદંકદેવ, ૯. પ્રેષ્ઠિલદેવ, ૧૦. જયકીર્તિ, ૧૧મુનિસુવ્રત, ૧૨. અરહ, ૧૩. નિષ્પા૫, ૧૪. નિકષાય, ૫. વિપુલ, ૧૬. નિર્મલ, ૧૭. ચિત્રગુપ્ત, ૧૮. સમાધિગુપ્ત, ૧૯. સ્વયંભૂ, ૨૦. અનિવૃત્ત, ૨૧. જયનાથ, ૨૨. શ્રી વિમલ, ૨૩. દેવપાલ, ૨૪. અનન્તવીર્ય.
દિગંબરોમાં તો અતીત ચોવીસીનાં નામ પણ મળે છે. જુઓ જૈન સિદ્ધાન્ત સંગ્રહ પૃ૦ ૧૯. ૧૧. પૂર્વભવનાં નામ –
અહીં જણાવેલામાંથી પ્રથમના બે, ચોથે, પાંચ, સાતમ, દશમે, સોળમો અને સત્તરમ – આટલા વિષે આગળ ઉપર કહેવાઈ ગયું છે કે એ જીવોએ ભગવાન મહાવીરની હયાતીમાં તીર્થંકર નામકર્મ ઉપામ્યું જુઓ પૃ૦ ૭૨૪. બાકીના વિષે જે કાંઈ હકીકત મળે છે તે આ પ્રમાણે – જુઓ લેકપ્રકાશ સર્ગ ૩૪, ૩૪૫થી.
સત્યકી:-ચેટક રાજાની પુત્રી સુષ્ટાએ ચારિત્ર અંગીકાર કરી ઉપાશ્રયમાં નગ્નાવસ્થામાં આતાપના લેવા માંડી. તે જ વખતે પેઢાલ નામનો વિદ્યાસિદ્ધ પરિવ્રાજક ત્યાં આવી ચડયો. તેણે જોયું કે આવી બ્રહ્મચારિણથી જે પુત્ર થાય તો તે મારી વિદ્યા શીખવાને પાત્ર થાય ખરો. એમ વિચારી તેણે ત્યાં વિદ્યાબળે ધૂમાડો કરી તેણીને વ્યામોહ પમાને બીજનિક્ષેપ કર્યો. કાળક્રમે સુષ્ઠાને પુત્ર થયો. તે જ આ સત્યકી. તેના બાપ પરિવ્રાજકે માતા પાસેથી બાળકનું હરણ કર્યું અને તેને પોતાની વિદ્યાઓ આપી. એ સત્યકીએ પૂર્વભવમાં રહિણી વિદ્યાની સાધના કરી હતી. એ સાધના આ ભવમાં પૂર્ણ થઈ તેથી રોહિણી વિદ્યા તેના લલાટમાં વિવર કરીને તેના શરીરમાં પ્રવેશી. આ વિવર તે તેનું ત્રીજું નેત્ર થયું. તેથી તે ત્રિનેત્રનામે પણ ઓળખાય છે. કાળક્રમે તેણે પિતાના બાપને પણ મારી નાખે, અને વિદ્યાધરેન્દ્ર પિતે બન્યો, અને એ જ મહાદેવ-શંકર એવા નામે લોકમાં પ્રસિદ્ધિને પામ્યો.
તેણે પિતાની વિદ્યાના બળે સર્વ જિનેશ્વરોને નમસ્કાર કર્યા અને પ્રભુ પાસે નાટક્રિયા કરી.
વાસુદેવ – દ્વારકાના અધિપતિ કૃષ્ણ, પ્રસિદ્ધ જ છે. તેમણે નેમિનાથના અઢાર હજાર મુનિઓને વિધિવત્ નમન કર્યું તેના ફળ સ્વરૂપે તીર્થકર નામકર્મ બાંધ્યું કહેવાય છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org