________________
૩. તીર્થકરે
૭૩ ૫. સેય આમલકપ્પા નગરીનો રાજા. તેની નગરીમાં જ્યારે ભગવાન આવ્યા ત્યારે સૂર્યાભદેવે નાટક કર્યું હતું તે કથા પ્રસિદ્ધ છે. જુઓ રાજપ્રશ્નોય. પણ તેણે દીક્ષા લીધાની વાત રાજપ્રશ્રીયમાં નથી.
૬. શિવરાજર્ષિની કથા ભગવતીમાં વિર્ભાગજ્ઞાની તરીકેની પ્રસિદ્ધ જ છે. તે હસ્તિનાપુરનો રાજા હતો. ભગવતી શ૦ ૧૧. ઉ૦ ૯, પૃ. ૨૦૮.
૭. ઉદાયન વીતભયનો રાજા. ભગવાન મહાવીર તેને દીક્ષા લેવાનો અભિપ્રાય જાણી ચંપામાંથી વીતભય આવ્યા અને તેણે દીક્ષા લીધી. તેની ગાદીએ તેના પુત્ર અભયને વાદલે ભાણેજ કેસી આવ્યા અને કેસીએ જ તેને ભિક્ષામાં વિજ્ઞાન આપ્યું અને તે મરી ગયો. તેના આવા મૃત્યુની હકીકત ભગવતીમાં નથી, જ્યાં તેનું વિસ્તૃત ચરિત્ર આપ્યું છે. ભગવતી ૧૩. ૬. પૃ. ૨૨૯
૮, શંખ. અંતદશામાં (૬. ૬) કાશીરાજ તરીકે અલખને જણાવ્યું છે. તેની દીક્ષા વિષે પણ તેમાં ઉલ્લેખ છે. એટલે ટીકાકાર શંખનું બીજું નામ અલ કખ હોય તેવી કલ્પના કરે છે. ૧૦. આગામી ઉત્સર્પિણના તીર્થકર –
આ ચોવીસી ઉત્સર્પિણીની હોવાથી અવસર્પિણની ચોવીસીથી વ્યુત્ક્રમે બધું વર્ણન સમજી લેવું. આયુ, ઊંચાઈ, ગણ, ગણધર, પરિવાર વગેરે બધું ઉત્સવની ચોવીસીના પ્રથમ તીર્થંકરનું અવસર્પિણીના અંતિમ જેવું હોય. અર્થાત આ ચેવાસીના પ્રથમ પાનાભનું વર્ણન વર્ધમાન જેવું. આ ચોવીસીના બીજા તીર્થંકર સૂરે દેવનું વર્ણન ગત વીસીના ૨૩મા પાના જેવું. ઈત્યાદિ ક્રમે આ વીસીના છેલ્લા અનંતવિજયનું વર્ણન ગત ચોવીસીના પ્રથમ ઋષભ જેવું સમજી લેવું.
અહીં તીર્થકરોના નામને જે ક્રમ ગણાવ્યું છે તથા તેમના પૂર્વભવનાં જે ક્રમે નામો ગણાવ્યાં છે તેમાં બહુ જ મતભેદ છે. લોકપ્રકાશકારે આ નામોનો ક્રમ જુદી જ રીતે આપ્યો છે. તેનો આધાર શ્રી વીરચરિત્રમાંથી ઉદરેલ દીવાળી- કહ્યું છે તેમ તેઓ જણાવે છે. વળી તેમણે જિનપ્રભસૂરિકૃત પ્રાકૃત દીવાળી-કલ્પના આધારે પણ જે મતભેદ છે તે પણ ત્યાં ટાંકડ્યો છે. પ્રવચનસાર અને સમવાયાંગનો ક્રમ એક જેવો છે. જુઓ લોકપ્રકાશ સર્ગ – ૩૪. લોક ર૯૬ થી.
દિગંબર પરંપરામાં અનાગત ચોવીસીનાં નામ આ પ્રમાણે છે – ૧. શ્રીમહાપા, ૨. સુરદેવ, ૩. સુપાર્શ્વ, ૪. સ્વયંપ્રભુ, ૫. સર્વાત્મભૂ , ૬.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org