________________
સ્થાનાંગ-સમવાયાંગઃ ૪ ' હતો; ત્યારે તેણીએ કહ્યું કે તમારે પુત્ર જ જોઈ હોય તો બીજીને પરણે. પતિએ જવાબ આપ્યો, “મારે તે તારાથી પુત્ર થાય એ પુત્રને જ ખપ છે. બીજાને નહીં. એક વખત ઇન્દ્ર દેવસભામાં સુલતાની પ્રશંસા કરતો હતો તે સાંભળી એક દેવ તેની પરીક્ષા કરવા આવ્યો. દેવને નમસ્કાર કરીને તેણીએ કહ્યું, “શું જોઈએ, કેમ આવ્યા છે?” દેવે કહ્યું, “તમારા ઘરમાં લક્ષપાક તૈલ છે તેને મારે ખય છે.” તેણે ચટ દઈને તે મહામૂલ્ય તેલ આપવા ઊઠી. લાવીને આપવા જાય છે ત્યાં દેવે વિદ્યાના બળે કળાને ફેડી નાખ્યું. ફરીથી લાવી અને ફરીથી ફેડી નાખ્યું. એમ ત્રણ વાર દેવે પાત્ર ફોડી નાખ્યું છતાં સુલતાના ભાવમાં પરિવર્તન થયું જ નહીં. એટલા જ હર્ષથી વળી પાછું દેવા માટે લેવા ગઈ. આ જોઈને દેવ ખુશ થ. અને તેણીને ૩૨ ગળીઓ આપીને કહ્યું કે આ ખાજે જેથી તને ૩૨ સુલક્ષણા પુત્રો થશે. અને જ્યારે મારી જરૂર પડે ત્યારે મને બોલાવજે. દેવ તે ચાલ્યો ગયો. સુલતાએ વિચાર્યું મારે ૩૨ પુત્રો શું કરવા છે? આ ૩૨ ગોળીના પ્રભાવથી એક જ સારો પુત્ર થાય તો બસ. એમ વિચારી તેણીએ બધી ગાળી એક સાથે ખાધી. ખાધી તો ખરી પણ તેણીનું પિટ ૩ર પુત્રોને પ્રમાણમાં વધવા માંડ્યું. આથી તેણી બહુ દુ:ખી થઈ અને દેવને યાદ કર્યો. દેવે વિદ્યાના બળે કષ્ટ નિવારી ૩૨ લક્ષણવંતા પુત્રોને સુખપ્રસવ કરાવ્યું.
૯. રેવતી:– ભગવતીશાસ્ત્રમાં પ્રસિદ્ધ છે તે, જેણે ભગવાનને ઔષધ આપ્યું હતું. શ૦ ૧૫, પૃ. ૩૦૦. પણ ભગવતમાં તેના ચરિત્રમાં તીર્થકર થવાનો ઉલ્લેખ નથી, એ ધ્યાનમાં રાખવું જોઈએ. ૯. આઠ રાજાઓ:–
આમાંનાં સાત નામે એક અધૂરી ગાથામાં આવ્યાં છે. કોઈ પણ પ્રતમાં પૂરી ગાથા જેવામાં આવી નથી પણ “સદ્ સર્વે જાતિવદ્ધા” આટલું ઉમેરવાથી આ ગાથા પૂરી થાય છે એમ ટીકાકાર જણાવે છે.
૧. ૨. ૩. વીરાંગક, વીરચશે અને સંજયને વિષે ટીકાકાર જણાવે છે કે “એ ત્રણે પ્રતીત છે. પણ તેમના ચરિત્ર વિષે મને વિશેષ માહિતી મળતી નથી. એટલે અહીં આપી નથી.
૪. એણેયક કૈવેતામ્બી નગરીના રાજા પ્રદેશ કોઈ સંબંધી હશે એમ ટીકાકારની કલ્પના છે. પણ રાજપ્રશ્નીયમ આને વિષે કાંઈ હકીકત નથી.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org