________________
૩. તીર્થકરે
૭૩૭ એક પરંપરામાં જેમને કુમાર કહ્યા હતા તેમને જ બ્રહ્મચારી પણ કહ્યા હતા. પરંતુ નિયુક્તિની પહેલાં પણ પાંચ કુમારમાંથી પણ મહાવીર જેવાના વિવાહની વાત સ્વીકારવામાં આવી હતી; તેથી “ગામાયારા” એ શબ્દના બે અર્થ કરવા પડ્યા. પ્રથમની પરંપરાનું અનુસરણ દિગંબરામાં થયું છે; અને બીજીનું શ્વેતામ્બરમાં. જુઓ લોકપ્રકાશ” ૩૨૦૦૪.
આગળ મહાવીર ચરિત્ર જે નિયુક્તિની એક દ્વારગાથામાં (૪૫૮) સંગૃહીત હ્યું છે, તેમાં વિવાહ અને અપત્ય શબ્દ છે. એટલે એમ કહી શકાય કે ભગવાન મહાવીરને નિયુક્તિકાર વિવાહિત માનતા હતા. ભગવાન મહાવીરના વિવાહનો જૂનામાં જૂનો ઉલ્લેખ કલ્પસૂત્રમાં છે, જે પ્રથમ ભદ્રબાહુકઠું ક મનાય છે. અને નિર્યુક્તિ દ્વિતીય ભદ્રબાહુન્તક છે. એટલે નિઃશંક એમ માની શકાય કે નિર્યુક્તિકારે ભગવાન મહાવીરને વિવાહિત જ માન્યા છે.
વસ્તુત: બન્યું એમ લાગે છે કે એક એવી પરંપરા રહી છે જેની સૂચના આ સ્થાનાંગનું સૂત્ર પણ આપે છે, કે પાંચ તીર્થકરો કુમાર હતા. આ કુમારનો અર્થ કરતી વખતે બે પરંપરા પડી: એકને મતે કુમારનો અર્થ માત્ર કુંવારા જ લેવો જોઈએ –એથી તે પરંપરાવાળાએ તીર્થકરોનાં વિસ્તૃત ચરિત્ર લખતી વખતે પાંચનાં ચરિત્રે જ એવાં લખ્યાં કે તેમના જીવનમાં વિવાહની ઘટના આવે જ નહિ. તેથી તેમની પ્રસિદ્ધિ બ્રહ્મચારી તરીકે તે પરંપરા પ્રમાણે થઈ. આ પ્રથમ પરંપરા ખાસ કરી દિગંબરગ્રંથમાં છે. જયારે બીજી પરંપરાએ પાંચ તીર્થકર કુમાર હતા તેનો અર્થ એવો કર્યો કે તેઓ કુંવર હતા –તેમણે રાજ્ય કર્યું ન હતું— તેમને મતે આ વાક્યમાં વિવાહ કરવા ન કરવાની હકીકત સમાવિષ્ટ જ ન ગણવી જોઈએ. તેથી તેમણે એ હકીકત ધ્યાનમાં રાખીને જ તેમનાં ચરિત્રો લખ્યાં છે. તેથી તેમની પ્રસિદ્ધિ તે પરંપરા પ્રમાણે એવી થઈ કે એ પાંચનો અભિષેક થયો ન હતો. આ માન્યતા શ્વેતાંબર ગ્રન્થામાં છે.
વિવાહની બાબતમાં શ્વેતાંબર કથાગ્રન્થોમાં જે મલ્લિ અને નેમિના જ અવિવાહિત હેવાની પ્રસિદ્ધિ છે–તેનો જૂનો આધાર શો છે તે જણાયું નથી. માત્ર કથાગ્રન્થ ઉપરથી કશું નક્કી કરી શકાય નહિ. કારણ જમાલિનું પ્રાચીન ચરિત્ર જે ભગવતીમાં આપ્યું છે તે પણ ભગવાન મહાવીરના વિવાહની પુષ્ટિ નથી કરતું; જ્યારે બાકીના બધા કથાગ્રન્થ તેને ભગવાનનો જમાઈ લેખે છે.
સ્થા-૪૭
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org