________________
સ્થાનાંગ-સમવાયાંગઃ ૪ અને દીક્ષા લીધી) એ કરે છે; અને “અગારવાસ મજ વસિત્તાને અર્થ કરે છે કે જેઓ ચિરકાલપર્યત રાજચ કરતાં છતાં ઘરમાં રહ્યા અને પછી દીક્ષા લીધી. પ્રથમ સ્થાનાંગમાં કુમારવાસને અર્થ કુંવર કર્યો છે એટલે અહીં સમવાયાંગમાં અગારવાસને અર્થ ખેંચીને રાજ કરો પડ્યો છે એ તો દીવા જેવું સ્પષ્ટ છે. અન્યથા સીધો અર્થ એટલે થઈ શકત કે જેઓ ગૃહસ્થ હતા તેવા ૧૯ તીર્થંકર હતા.
કુમારવાસનો અર્થ “કુંવારા” પણ થઈ શકે છે– કારણ દિગમ્બર પરંપરા પ્રમાણે અહીં જે નામ ગણાવ્યાં છે તે સૌ બાલબ્રહ્મચારી મનાય છે. વળી એ શબ્દનો અર્થ કુંવર કરવા માટે પણ દલીલ તો છે જ. તે આ પ્રમાણે –આવશ્યક નિર્યુક્તિમાં (ગા. ૨૪૩–૨૪૫) સ્પષ્ટ કહ્યું છે કે એ પાંચને અભિષેક થયે નહિ અને તેમણે દીક્ષા લીધી; જ્યારે બાકીના ૧૦ રાજા બન્યા અને તેમાંના ત્રણ તે ચક્રવતી હતા. આ વર્ણન ધ્યાનમાં રાખીએ તે કુંવર એવો અર્થ સ્પષ્ટ થાય છે. પણ છતાં કુંવર એ શું કુંવાર ન હોય એ પ્રશ્ન તો રહે જ છે. અને એ નક્કી કરવાનું રહે જ છે કે આવશ્યક નિર્યુક્તિકારને તેમના વિવાહ વિષે શું અભિપ્રેત હતું?
એક ગાથા (૨૪૮)માં નિક્તિકારે એમ કહ્યું છે કે વીર વગેરે પાંચે પ્રથમ વચમાં દીક્ષા લીધી; અને બાકીનાં ૧૯ જણાંએ મધ્યમ વચમાં. ટીકાકાર અહીં પ્રથમ વયને અર્થ કુમારલક્ષણ અને મધ્યમવચનો અર્થ ચૌવનલક્ષણ કરે છે.
એક બીજી ગાથા (૨૫૫) માં નિર્યુક્તિકાર સ્પષ્ટ કહે છે કે નામાથારા વિષય નિવિયા તે ગુમાવળંદિ' આનો સીધો અર્થ એ છે કે જેમણે ઇન્દ્રિયોના વિષયે–ભેગો ભોગવ્યા તેઓ કુમાર સિવાયના સમજવા. અર્થાત જે વીર વગેરે પાંચ જણાએ કુમારસ્વાસમાં દીક્ષા લીધી તેમણે વિષયો ભેગવ્યા નથી. “ગામાચારા” શબ્દને બીજે પણ અથ નિયુક્તિકાર કરે છે – “જેમણે જે જે ગ્રામાકર વગેરે વિષ ક્ષેત્રોમાં વિહાર કર્યો તે કહેવું.” આ ઉપરથી એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે “ગામાયારા” એ શબ્દના બે અર્થો કરવાની પરંપરા નિયુક્તિ જેટલી જૂની છે. અને તેના મૂળમાં પણ “કુમારવાસ”ના કુમાર શબ્દનો અર્થ બ્રહ્મચારી લેવો કે નહિ તે વિષેનો મતભેદ છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org