________________
ઉ૩૦
સ્થાનાંગસમવાયાંગ ૪ જીવન ભગવાન મહાવીરના જેવું (“ભાવના” અધ્યયનમાં જે વર્ણવવામાં આવ્યું છે તેવું) વ્યતીત થશે.
ભગવાન મહાવીરની જેમ તેઓ પણ પાંચ મહાવ્રત અને તેમની ભાવનાને અને છ જીવનિકાયના સંયમનો ઉપદેશ કરતાં કરતાં વિહાર કરશે. તે આ પ્રમાણે –
“હે શ્રમણ નિર્ગ-થો! મેં જેમ નિર્ગ-થોને એક આરંભસ્થાન બતાવ્યું છે, તેમ તે વિમલવાહન તીર્થકર પણ એક આરંભસ્થાનને ઉપદેશ કરશે.
મેં જેમ પ્રેમબંધન અને દ્રષબંધન કહ્યાં છે, તેમ તે પણ કહેશે.
મેં જેમ મનદંડ વચનદંડ અને કાયદંડ બતાવ્યાં છે, તેમ તે પણ એ ત્રણ દંડ કહેશે.
તેવી જ રીતે મારી જેમ તે કોધ, માન, માયા અને લેભ એ ચાર કષાયની, શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એ પાંચ કામગુણની; પૃથ્વીકાય, અપકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એ છ છવાયની; સાત ભયસ્થાનની; આઠ સદસ્થાનની; નવ બ્રહ્મચર્યની ગુપ્તિની દશ શ્રમધર્મની—એમ યાવત્ ૩૩ આશાતનાની વિમલવાહન પણ પ્રરૂપણ કરશે.
વળી મેં શ્રમણધર્મમાં નગ્નભાવ, મુંડભાવ, અસ્નાન, અદંતધાવન, અછત્રત્વ, વાહન ન વાપરવાનું, ભૂમિશય્યા, ફલકશય્યા, કાષ્ઠશય્યા, કેશલેચ, બ્રહ્નચર્યાવાસ, પરઘરપ્રવેશ, ચાવતું મળે કે ન મળે પણ ભિક્ષા જીવન એ બધું શીખવ્યું છે, તેમ તે વિમલવાહન પણ શીખવશે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org