________________
૭ર૯
૩. તીર્થકરે ચોટે તેવી રીતે તદ્દન સ્નેહ વગરના થશે યાવત્ ભાવના અધ્યયનમાં જે ભગવાન મહાવીર વીષે કહેવામાં આવ્યું છે તેવા, ઘી હોમવાથી તેજસ્વી થયેલા અગ્નિ જેમ જ્ઞાનાદિ ગુણો વડે તેજસ્વી, શંખની જેમ નિર્મલ, જીવની જેમ અપ્રતિહતગતિ, ગગન જેમ નિરાલંબન, વાયુની જેમ અપ્રતિબદ્ધ, શારદ જલ જેમ શુદ્ધ અંતઃકરણયુક્ત, પદ્મપત્ર જેમ લેપ વિનાના, કાચબાની જેમ ગુપ્તેન્દ્રિય, પક્ષીની જેમ બંધનમુક્ત, અષ્ણના શીંગડા જેમ એકાકી, ભાચુંડ પક્ષીની જેમ અપ્રમત્ત, હાથીની જેમ શૂર, વૃષભ જેમ બળવાન, - સિંહ જેમ દુધઈ, મેંરુ જેમ અકંપ, સાગર જેમ ગંભીર, ચંદ્ર જેમ શીતલ, સૂર્ય જેમ ઉજજવલ, કનકની જેમ રૂપવાન અને પૃથ્વી જેમ સર્વ સ્પર્શને સહન કરનાર થશે. તે ભગવાનને પછી કોઈ અંડજ, પિતજ કે અવગ્રહ એ કોઈનો પ્રતિબંધ નહિ રહે. તેઓ નિરાકુલ ભાવે સંયમ પૂર્વક જ્યાં ઈચ્છશે ત્યાં વિહાર કરશે. આમ અનુત્તર જ્ઞાનદશનપૂર્વક ઉચિત રીતે વિહાર કરતાં કરતાં ત્રાજુતા, મૃદુતા, લઘુતા, ક્ષમા, નિર્લોભ, ગુપ્તિ, સત્ય, સંયમ, તપોગુણ, શૌચરૂપી પરિનિર્વાણુના માર્ગ પર વિહાર કરતાં કરતાં ધ્યાનાવસ્થા અપ્રતિહત અનુત્તર કેવલ જ્ઞાન-દર્શન તેમના આત્મામાં પ્રકટ થશે. એટલે તેઓ જિન, અહંત ભગવાન થશે. તે કેવળી સર્વજ્ઞ, સર્વદશી, દેવમનુષ્ય આદિ બધા જીના પર્યાયને જાણનાર અને દેખનાર થશે તથા સંપૂર્ણ લકમાં સવજીની આગતિ-ગતિ, સ્થિતિ, ચ્યવન, ઉપપાદ, તર્ક, મનોગત ભાવ, ભેજન, કૃત્યે, અને પરિસેવન જાણશે દેખશે, અને તે પૂજા યોગ્ય ભગવાન નું પ્રકટપણે થતું, ગુપ્તપણે થતું બધું મન વચન અને કાયાનું કાર્ય સંપૂર્ણ લોકના સર્વ છાનું જાણશે દેખશે. આમ તેમનું સંપૂર્ણ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org