________________
૭ર૮
સ્થાનાંગન્સમવાયાંગ ૪ પુરુષરૂપે ઉત્પન્ન થશે. ૯ માસ અને ા દિવસ વીત્યે ભદ્રા રાત્રે સુકુમાર સર્વાગ સંપૂર્ણ બાળકને જન્મ આપશે.
તેના જન્મની રાત્રિએ શતકાર નગરમાં અંદર અને બહાર પદ્મ અને રત્નની વર્ષા થશે, તેથી તેનાં માતા-પિતા એ બાળકનું બારમે દિવસે મહાપવા એવું નામ રાખશે.
જ્યારે બાળક ૮ વર્ષનો થશે ત્યારે માતા-પિતા તેને મહારાજ્યાભિષેક કરશે અને ત્યાર પછી મહાપદ્મ ગુણવાન રાજાની જેમ વેચતાપૂર્વક રાજ્યશાસન કરશે. તેના રાજ્યશાસન કાળમાં પૂર્ણભદ્ર અને મહાભદ્ર નામના બે દે આવીને તેની સેવાનો ભાર સંભાળી લેશે. આથી નાગરિકો તેનું દેવસેન એવું બીજું નામ પાડશે.
ત્યાર પછી મહાપદ્મને એક શ્વત શંખ જે શ્રેષ્ઠ હાથી સાંપડશે. રાજા એ શ્રેષ્ઠ હાથી પર બેસી શતદ્વાર નગરમાં આમતેમ ફરશે, એટલે વળી ગામના નાગરિકો તેનું વિમલવાહન એવું ત્રીજું સાર્થક નામ પડશે.
ત્યાર પછી તે વિમલવાહન રાજા બધાં મળી ૩૦ વર્ષ ગૃહસ્થાવાસ ભોગવી માતાપિતા વગેરેની રજા લઈ સંબુદ્ધ થઈને મોક્ષમાર્ગમાં પ્રસ્થાન કરશે. તે વખતે દેવો તેની કલ્યાણકારી વાણમાં પ્રશંસા કરશે, તેનું અભિનંદન કરશે. ત્યાર પછી ગામ બહારના સુભૂમિભાગ ઉદ્યાનમાં એક દેવદુષ્ય ગ્રહણ કરી તે પ્રત્રજ્યા લેશે; અને બાર વર્ષ પર્યત શરીરની પરવા કર્યા વિના જે કોઈ દેવી, માનુષી કે તિર્યંચસંબંધી ઉપસર્ગો આવશે તેમને સમ્યક રીતે સમભાવપૂર્વક સહન કરશે. પછી તે ભગવાન વિમલવાહન ચાલવામાં સમિતિવાળા યાવત્ બ્રહ્મચારી થશે અને નિર્મમ, નિષ્પરિગ્રહી, લેપ વગરના, જેમ કાંસાના વાસણમાં કાંઈ ન
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org