________________
૭૭
૩. તીર્થકરે હે આર્ય, આગામી ઉત્સર્પિણીમાં ચાતુર્યામ ધર્મની પ્રજ્ઞાપના કરીને સિદ્ધ થનારા નવ છે?—
૧. કૃષ્ણ વાસુદેવ; ૨. રામ બળદેવ; ૩. ઉદક પેઢાલપુત્ર; ૪. પુલિ; ૫. શતકગાથા પતિ; ૬. દારુકનિગ્રંથ; ૭. સત્યનિર્ચથીપુત્ર; ૮. શ્રાવિકાબુદ્ધ અબડપરિવ્રાજક; ૯. સુપાશ્વ નામની પાશ્વપત્યા આર્યા.
[-સ્થા ૬૯૨] ક, ભાવી તીર્થકર વિમલવાહન હે આર્ય! રાજા શ્રેણિક ભિંભિસાર કરીને ત્રીજી સીમંતક નરકમાં ૮૪૦૦૦ વર્ષ સ્થિતિવાળા નારકરૂપે ઉત્પન્ન થશે. નરકમાં તે અત્યંત કૃષ્ણ વર્ણન થશે અને
ત્યાં અત્યંત વેદના ભગવશે. યથાકાલ નારકરૂપે રહી આગામી ઉત્સર્પિણીમાં આ જ જંબુદ્વીપમાં ભારતવર્ષમાં વૈતાઢય પર્વતની સમીપમાં દેશમાં શતકાર નામના નગરમાં સન્મતિ કુલકરની ભદ્રા નામની ભાર્યાની કુખે ગર્ભમાં
૧. આ નવમાંથી છઠ્ઠો દારુક નિગ્રંથ અને નવમી સુપા એ બેન નામ સમવાયાંગમાં જે ૨૪ તીર્થ કરનાં પૂર્વભવનાં નામની ગણતરી કરી છે તેમાં મળતાં નથી. એ વાચનાભેદને કારણે જ માનવું જોઈએ. અથવા ટીકાકારે જે ખુલાસો કર્યો છે કે આ બધાને તીર્થકર ન ગણવા – એ માની લેવું.
૨. સૂત્રકૃતાંગના બીજા શ્રુતસ્કંધમાં સાતમા નાલન્દી, અધ્યયનમાં જે કથા છે તે આ ઉદકની જ સમજવી. તેઓ પ્રથમ પાર્શ્વ પરંપરાના સાધુ હતા. તેમણે ગૌતમ સાથે પ્રથમ શ્રાવકના અહિંસાવૃત વિષે ચર્ચા કરી અને ભગવાન મહાવીરને એ વિશે શું કહેવાનું હતું તે બરાબર સમજી લીધું. પછી તેઓ મહાવીરના મન્તવ્યમાં આદરવાળા થયા તેથી ગૌતમ તેમને ભગવાન પાસે લઈ ગયા. એટલે તેમણે પાંચસામનો ધર્મ સ્વીકાર્યો. સૂત્રકૃતાંગ મૂળ તેમ જ નિર્યુક્તિમાં તેમના વિષે આ સૂત્રમાં જણાવેલ હકીકત કહી નથી.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org