________________
७२२
સ્થાનાં સમવાયાંગ ૪ ૮. તેજસ્વી સૂર્ય તેમના અનન્ય જ્ઞાન અને દર્શન રૂપ પ્રકાશની સૂચના હતી.
૯. માનુષેત્તર પર્વતનો પિતામાં સમાવેશ એ દેવમનુષ્ય સર્વ તેમને યશ ગાવાના હતા તેની સૂચના હતી.
૧૦. મેરુશિખર પર સિંહાસને બેઠેલા પિતાને જોયા તેનો અર્થ એ છે કે તેઓ દેવ-મનુષ્ય વગેરેની સભામાં બેસીને ધર્મપ્રવચન કરવાના હતા.
[– સ્થા. ૭૫૦] ભગવાન મહાવીરે એક જ દિવસમાં એકાસને રહી. ૫૪ પ્રશ્નોના ઉત્તરો આપ્યા.
[- સમ ૫૪] આ અવસર્પિણીના ૨૪ તીર્થકરમાં છેલ્લા શ્રમણ ભગવાન મહાવીર એકલા જ (કેઈની સાથે નહિ) સિદ્ધ બુદ્ધ, મુક્ત થયા અને સર્વ દુઃખથી રહિત થયા.
[– સ્થા૦ પ૩] શ્રમણ ભગવાન મહાવીર સાધિક ૪૨ વર્ષ શ્રમણરૂપે રહી સિદ્ધ થયા.
[– સમ૦ ૪૨] ભગવાન મહાવીરના સમવસરણનું વર્ણન શરૂઆતથી માંડીને સુધમ ગણધરની શિષ્યપરંપરા આગળ ચાલી અને બાકીના ગણધરોની શિષ્ય પરંપરા આગળ ન ચાલી એ બધું તે પ્રમાણે સમજી લેવું.
[-સમ૦ ૧૫૭] ૧. જુઓ આવશ્યક નિર્યુકિત ગાથા ૩૩૦.
૨. સમવસરણની વક્તવ્યતા માટે જુઓ બહન્દુ૫ ગાગ ૧૧૭૬ - ૧૨૧૭ અને આવશ્યક નિયુક્તિ ગાત્ર ૫૪૩ – ૫૫.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org