________________
૧૩૨૦
સ્થાનાંગ-સમવાયાંગ: ૪ ભગવાન મહાવીરે નિર્જલા બે ઉપવાસ કરી દીક્ષા લીધી. તે જ પ્રમાણે કેવલજ્ઞાનદર્શનની ઉત્પત્તિ વખતે તથા મુક્તિ વખતે પણ તેમને બે ઉપવાસ હતા.
[–સ્થા. પ૩૧] ભગવાન મહાવીરે વર્ષાકાલનો એક માસ અને વીસ દિવસ વીત્યા પછી ૭૦ દિવસ બાકી હતા ત્યારે વર્ષાવાસ કર્યો.
[– સમય ૭૦] - સૂફમસંપાયમાં ભગવાન ૧૭ કર્મ પ્રકૃતિઓને બંધ કરે છે તે આ –
૧. આભિનિધિજ્ઞાનાવરણ ૨. શુતજ્ઞાનાવરણ; ૩. અવધિજ્ઞાનાવરણ; ૪. મન:પર્યાયજ્ઞાનાવરણ; ૫. કેવલજ્ઞાનાવરણ; ૬. ચક્ષુદ્ર્શનાવરણ; ૭. અચક્ષુદંશનાવરણ ૮. અવધિદર્શનાવરણ, ૯. કેવલદર્શનાવરણ; ૧૦ સાતાવેદનીય; ૧૧. યશ-કીર્તાિનામકર્મ; ૧૨. ઉચ્ચગેત્ર; ૧૩ દાનાંતરાય; ૧૪. લાભાંતરાય; ૧૫. ભેગાન્તરાય ૧૬. ઉપભેગાન્તરાય; ૧૭. વીર્યાન્તરાય.
[– સમર ૧૭૧ ક્ષીણમોહ ગુણસ્થાને ભગવાને મોહનીય સિવાયની સાત કર્મપ્રકૃતિઓ વેદી.
[–સમગ ૭] ભગવાન મહાવીરે છદ્મસ્થાવસ્થાની અંતિમ રાત્રિએ દશ મહાસ્વપ્નો જોયાં અને તેઓ જાગી ગયા, તે આ –
૧. ચોમાસું ચાર માસનું ગણાય છે. તેના દિવસ ૧૨૦ તેમાંથી ૫૦ દિવસ જતાં બાકી ૭૦ બચે – એટલે કે ચોમાસું પૂરું થવાને ૭૦ દિવસ બાકી હતા ત્યારે તેમણે ચોમાસાનો નિયતવાસ સ્વીકાર્યો. આ તિથિ ભાદરવા સુદ પાંચમ સમજવી. જે આજકાલ સાંવત્સરિક પર્વને નામે ઓળખાય છે.
૨. ભગવાન બુદ્ધના જીવનમાં પણ જ્ઞાન પ્રાપ્તિના પૂર્વે પાંચ મહાસ્વના દર્શનનો ઉલ્લેખ છે. બુદ્ધચર્ચા પૃ૦ ૧૪; અંગુત્તર૦ ૫,૧૯૬.
પ્રસ્તુત સ્વપ્નનું વર્ણન ભગવતીમાં પણ છે. ૧૬. ૬. ૫૦ ૬૪૪,
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org