________________
૭૧૬
સ્થાનાંગ-સમવાયાંગ ૪ વિક્યિા કરી નિપજાવી લે છે. પૂર્વમાં દેવ, દક્ષિણે નાગે, પશ્ચિમમાં અસુર તથા ઉત્તરમાં ગરુડ તેને વહન કરે છે.
-સમ૨૫૭. અલિંગ, ગૃહસ્થલિંગ કે કુલિંગ અવસ્થામાં કઈ તીર્થકરે દીક્ષા લીધી નથી પણ બધાએ એક વસ્ત્ર સાથે દીક્ષા લીધી છે.૧
સુમતિએ ઉપવાસ કર્યા વગર, વાસુપૂજ્ય એક ઉપવાસ કરીને, પાર્થ અને મલિએ ત્રણ ઉપવાસ કરીને અને બાકીનાએ બે ઉપવાસ કરીને દીક્ષા લીધી છે.
– સમ. ૧૫૭]. જબુદ્વીપના ભરતવર્ષમાં આ અવસર્પિણીના ૨૦ તીર્થકરેને સૂર્યોદય વખતે કેવળ જ્ઞાન અને દર્શન ઉત્પન્ન થયાં છે. તે સર્વે પૂર્વ ભવમાં એકાદશાંગધારી હતા.
૧. જુઓ આવશ્યક નિર્યુક્તિ ગા. ૨૪૯ તથા “લોકપ્રકાશ ૩૨–૧૯@ી. દિગંબર મતે બધાએ નગ્નાવસ્થામાં દીક્ષા લીધી છે.
૨. જુઓ આવશ્યક નિર્યુક્તિ ગાત્ર ૨૫૦. દિગંબર મતે ઋષભ ૬ માસ, સુમતિએ ત્રણ, વાસુપૂજ્ય ઉપવાસ વિના, અનન્તનાથથી કુયુનાથ સુધીનાઓએ (ઉત્તર પુરાણને મતે) ત્રણ (અને હપુને મતે બે), મલ્લિએ (હને મતે) બે, મુનિસુવ્રત (ઉઠને મતે) ત્રણ, નેમિએ (ઉ૦ને મતે) ત્રણ, મહાવીરે (ઉ૦ને મતે) ત્રણ અને બાકીનાઓએ બે ઉપવાસ કરી દીક્ષા લીધી.
૩. જુઓ આવશ્યક નિર્યુક્તિ ગાત્ર ર૭૫. પ્રથમના તેવીસ લેવા. જેમને પૂર્વાદ્ધમાં કેવળજ્ઞાન થયું હતું. મહાવીરને પશ્ચિમાદ્ધમાં થયું છે. ટીકાકાર એક મતાંતર ટાંકે છે કે રર ને દિવસના પૂર્વ ભાગમાં અને મલ્લિ તથા મહાવીરને દિવસના અંતિમ ભાગમાં થયું છે. દિગંબરમતે આ સમય વિષે મતભેદ છે, જે અહીં નોંધ નથી.
૪. જુઓ આવશ્યક નિર્યુક્તિ ગાત્ર ૨૫૮. પણ તેમાં ઋષભદેવને બાર અંગનું જ્ઞાન કહ્યું છે. દિગંબરે આ વિષે એમ માને છે કે ઋષભ ૧ર અંગ અને ૧૪ પૂર્વના જાણકાર હતા.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org