________________
૦િ૧૫
૩. તીથકરે તીર્થકરેનાં પ્રથમ શિષ્ય તથા શિષ્યાઓ ઉચ્ચકુલનાં ઉચ્ચ વંશનાં, વિશુદ્ધવંશનાં અને ગુણવાન હોય છે.
[-સમ૦ ૧૫૭] દેવલોકમાંથી ચ્યવન કરી ગર્ભમાં આગમન, જન્મ, દીક્ષા, કેવલ જ્ઞાન-દર્શન લાભ અને મોક્ષ આ પાંચ માંગલિકર પ્રસંગે મહાવીર સિવાયના તીર્થકરેનું ચિત્રાદિ નક્ષત્ર સમજવું અને ભગવાન મહાવીરને ચ્યવન, ગર્ભાપહરણ, જન્મ, દીક્ષા અને કેવલ જ્ઞાનદર્શનને લાભ – આ પાંચ માંગલિક પ્રસંગે હસ્તત્તરા નક્ષત્ર સમજવું. તેમને નિર્વાણનું નક્ષત્ર સ્વાતી હતું. ]
[–સ્થા ૪૧૧] તીર્થકરોના પિતા ઉદયવાળા તથા વિશુદ્ધ કુળ અને વાના હોય છે અને ગુણવાન હોય છે.
જગતવત્સલ તીર્થકરોની પાલખીઓ બધી જતુને યોગ્ય છાયાવાળી હોય છે. આગળ મનુષ્ય તથા પાછળ અસુરેન્દ્રો, સુરેન્દ્રો અને નાગેન્દ્રો એ પાલખીને વહન કરે છે. વાહક દેવોનાં કુંડલો તથા આભૂષણે દેવો સ્વય
૧. અહીં તો બધા ગણધરને અને મુખ્ય શિષ્યાઓને ઉચ્ચ કુલનાં જણાવ્યાં છે. ભગવાન મહાવીરના અગિયાર ગણધર બ્રાહ્મણ હતા, એટલે “ તેમનું કુલ પણ ઊંચું જ માનવું જોઈએ. પણ ભગવાનના ચરિત્રમાં ગર્ભાપહરણની ઘટના તો એટલા માટે જ બની કહેવાય છે કે બ્રાહ્મણ કુળ હલકું મનાતું હતું. (આ૦ નિ ગાય ૪૫ ભા) એટલે આવાં કથને સાપેક્ષ છે અને તેમાં સંપ્રદાયવાદ કામ કરે છે તેમ સમજવું જોઈએ.
૨. ભગવાન બુદ્ધના જીવનના આવા ચાર માંગલિક પ્રસંગે–જન્મ, જ્ઞાનપ્રાપ્તિ, ધર્મચક્રપ્રવર્તન અને નિર્વાણ છે. તે જ્યાં થયા હોય તે તે સ્થાન દર્શનીય છે, એમ અંગુત્તરમાં કહ્યું છે (૪-૧૧૮).
૩. દિગંબરે આ ઘટના નથી માનતા.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org