________________
૬૯૪
સ્થાનાં સમવાયાંગઃ ૪ તેઓ નવા જન્મેલા યુગલની શુશ્રષા માત્ર ૪૦ દિવસ જ કરે અને તેટલા જ દિવસમાં આજનાં પક્ષીઓની જેમ નવું જુગલ ચોવન પ્રાપ્ત કરી માતપિતાથી સ્વતંત્ર થઈ પિતાની જીંદગી વિતાવે. તેમનું મૃત્યુ માત્ર બગાસા કે ઉધરસથી થાય. એથી વિશેષ પીડાદાયક નહિ. આવો એ પ્રથમ આરે છે. એ પ્રથમ આરાનાં વર્ષો જેમ જેમ પસાર થતાં જાય છે, તેમ પૃથ્વીનાં રસકસ એાછાં થતાં જાય છે. આમ આ જ પ્રકારે બીજા આરામાં યુગલિક ધર્મ જ પ્રવર્તે છે. પ્રથમ સુષમ-સુષમ આરાનાં ચાર કટાકેટી સાગરવર્ષ અને બીજા સુષમા આરાનાં ત્રણ કટોકટી સાગરવર્ષ પસાર થયે જ્યારે ત્રીજે સુષમ-દુષમા આરો બે કટાકેદી સાગરવર્ષને બેસે છે, ત્યારે તે યુગલિકેના શરીરની સ્થિતિ, તેમના આધારભૂત વૃક્ષોની સ્થિતિ, તેમનાં આશ્રયસ્થાન પૃથ્વીની સ્થિતિ પ્રથમ કરતાં અત્યંત હીન દશાએ પહોંચી હોય છે. અને જ્યારે આ ત્રીજા આરાનો અંતિમ ત્રીજો ભાગ શરૂ થાય છે, (આ આરાના ત્રણ ભાગ છે; પ્રત્યેક ભાગ – ૬૬૬૬૬૬૬૬૬૬૬૬૬૬૬૬ આટલા વર્ષને હોય છે; આવા બે ભાગ વયે જ્યારે ત્રીજે તેટલા જ વર્ષને ભાગ શરૂ થાય ત્યારે) સ્પષ્ટપણે યુગલ ધર્મની પડતીની નિશાનીઓ જણાય છે. એ વખતે યુગલિયાઓમાં પિતાની આવશ્યક ચીજોની તાણ તેમને પડે છે અને પરિણામ સ્વરૂપે વાદવિવાદ શરૂ થાય છે – મારાતારાની ભાવના ઘર ઘાલવું શરૂ કરે છે. એ જ વખતે જે તેમની વ્યવસ્થા કરનારા મનુષ્ય ક્રમશ: ઉત્પન્ન થાય છે તે કુલકરે કહેવાય છે. આમાને પ્રથમ કુલકર જયારે ત્રીજા આરાનો ૧ પલ્ય જેટલે ભાગ બાકી રહે છે ત્યારે ઉત્પન્ન થાય છે. અને ત્યાર પછી ધર્મચક્રની પ્રવૃત્તિ કરનારા પ્રથમ તીર્થકર તથા રાજચની વ્યવસ્થા કરનાર ચક્રવતી ઉત્પન્ન થાય છે. અને ત્યાર પછી ચોથા આરામાં બાકીના ૨૩ તીર્થકર અને બળદેવ વાસુદેવ વગેરે શલાકા પુરુષે ઉત્પન્ન થાય છે. પાંચમા અને છઠ્ઠા આરામાં તેવા કઈ મહાપુરુષ ઉત્પન્ન થતા નથી.
આ પ્રમાણે અત્યંત સુખની દશામાં અને અત્યંત દુ:ખની દશામાં મહાપુરુષોના જન્મને અવકાશ નથી એમ ફલિત થાય છે. પણ જ્યારે સુખદુઃખ મધ્યમ પ્રમાણનું હોય છે, ત્યારે તેઓ જન્મ લે છે. ૪. આ અવસર્પિણીના કુલકર –
આ કુલ કરિો વિષે વિશેષ જાણવાની ઇચ્છાવાળાએ આવશ્યક નિર્યુક્તિ ગા. ૧૪૯ થી જેવું. કુલકરનું કામ ખાસ કરી દંડનીતિ નિર્ધારણ કરવાનું
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org