________________
૨. કુલકરે લેકવ્યવસ્થાપકે હોય છે. કુલકરેના સમયમાં માત્ર ત્રણ પ્રકારની દંડનીતિ છે – હક્કાર, મક્કાર અને ધિક્કાર. પ્રથમ બે કુલકરના સમયમાં માત્ર હક્કાર નીતિ હોય છે; તૃતીય અને ચતુર્થ કુલકરના સમયમાં હક્કાર અને મક્કાર બંને હોય છે; અને પાંચમાંથી સાતમા સુધીના ત્રણેને ત્રણે નીતિ હોય છે.
કઈમાં કાંઈ વિવાદ થાય ત્યારે કુલકર પાસે પહોંચે એટલે કુલકર અપરાધીને માત્ર એટલું જ કહે કે, “હે, હા!” અર્થાત “અહે તેં આવું જ કર્યું' – આ વચન જ દંડનું કામ કરતું અને અપરાધી લજિજત થઈ જતો. ત્યાર પછી એ નીતિથી કામ ન ચાલ્યું એટલે નવી દંડનીતિ મક્કારની શરૂ થઈ – તેમાં અપરાધીને “હા!” થી પડે તેમ ન હોય ત્યાં
તું આમ ન કર એ અર્થમાં “મા!” એટલું કહેવાથી તેનો દંડ થયો હોય તેમ તે લજ્જિત થઈ જતો. સમય જતાં આ નીતિ પણ અધૂરી લાગી તેથી આગળ ઉપર ધિક્કાર દેવાની નવી દંડનીતિ શરૂ થઈ. પછી જેનો જેવો અપરાધ – ત્રણમાંથી કઈ એક નીતિથી દંડ દેવામાં આવતો.
જબૂદીપપ્રજ્ઞપ્તિમાં સાતને બદલે આ અવસર્પિણીમાં ૧૫ કુલકર થયાને ઉલ્લેખ છે. તે વાચનાભેદે સમજવું જોઈએ. જુઓ જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ દ્વિતીય વક્ષસ્કાર.
દિગંબરોમાં ૧૪ કુલકર માન્યા છે. જંબુદ્વીપ પ્રત્ર જેવાં જ નામ છે; માત્ર તેમાંથી એક ઋષભને નથી ગયા. અને નામાનુક્રમમાં છેડે ભેદ છે જુઓ “સિદ્ધાનસંગ્રહ” પૃ. ૧૮.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org