________________
૨. કુલકરા-લાકવ્યવસ્થાપકો
૧૯૩
પાઠ રાખ્યા હોય તેા વધારે સગત છે. કારણ સ્થાનાંગમાં જ અન્યત્ર ઉત્સર્પિણીના માત્ર સાત જ ( આથી તદ્દન નુઢ્ઢા જ ) ગણાવ્યા છે અને એ જ નામેા સમવાચાંગમાં પણ છે. એટલે આ નામેા અતીત અવસર્પિણીનાં ગણવાં જોઇએ. સમવાયાંગ સાથે જે એ નામાના ભેદ છે તે વાચનાભેદ ગણ્યા ોઈએ એમ મને લાગે છે.
એક એવા સમયની કલ્પના કરવામાં આવી છે જે પ્રથમ સુષમસુષમા આરે. કહેવાય છે. ત્યારે લેાકામાં કાઈ પણ જાતનાં સામાજિક, રાજકીય કે આર્થિક મધને હતાં નહિ. સૌ યાત-પેાતાના રાન્ત હતા. ખાવા-પીવાની તથા પહેરવા-એઢવાની લેાકેાને ચિંતા હતી જ નહિ. તેઓ ઝાડ નીચે રહેતા અને પૃથ્વી પર સૂતા – બેસતા. ખાવા-પીવા માટે પણ અધુ વૃક્ષો પૂરું પાડતાં. આભૂષણા પણ વૃક્ષજન્ય જ હતાં. આમ બધી વસ્તુએ વૃક્ષમાંથી જ મળતી હોવાથી તે વૃક્ષે કલ્પવૃક્ષ — ઇચ્છિત
આપનારાં કહેવાતાં. આવાં દૃશ ઉત્તમ
પ્રકારનાં કલ્પવૃક્ષો પ્રથમ
આરામાં હતાં.
તે સમયનાં પુરુષ અને સ્ત્રીએ આમ માત્ર કુદરત-જીવી હાવાથી સંપૂર્ણ પણે સુંદર અને સુદૃઢ તથા સુલક્ષણાવાળાં હતાં. તે બધાં સ્વભાવે જ અલ્પકષાયી હતાં. અલ્પપરિગ્રહી તે ખરાં જ; પણ કોઈ પણ ચીજ ઉપર મમતા રાખવી એ તેમના સ્વભાવથી જ વિરુદ્ધ હતું. તેથી તે સમયમાં ગાય, ખળદ, હાથી, અશ્વ—એ બધાં જાનવરો છતાં તેમને કદી તેએ ઉપયેાગ કરતાં નહિ.
આર્થિક વ્યવહાર જેવું કાંઈ હતું નહિ. તેથી આજની જેમ શેઠ-ચાકર, માલિક-ગુલામ, રાજા-પ્રજા એવા કાઈ પણ જાતના વ્યવહાર તે સમયમાં હતા નહિ. એટલું જ નહિ પણ આજના સામાજિક વ્યવહારોમાત-પિતા, ભાઈ–બેન, વહુ, પુત્રવધૂ, ઇત્યાદિ પણ એટલા બધા રૂઢ નહિ કે તેએ એકબીજા પ્રત્યે માત્ર તેવા સંબંધે આાય.
એ સમયમાં આજની જેમ રેગચાળા ફાટી નીકળવાથી મૃત્યુ અથવા બીજી પીડાના ભય લેાકેાને હતા જ નહિ, આમ તે આતંક વિનાના, ખાધા વિનાના, ઉપદ્રવ વિનાના માત્ર સુખ જ સુખ ભાગવતા.
જે ોડુ' સાથે જન્મે તે જ પતિ-પત્ની રૂપે રહે. અને જ્યારે મરવાના છ માસ બાકી રહે ત્યારે પાછું એક યુગલને પેદા કરે ~ તેમાં એક પુરુષ હોય અને એક સ્ત્રી. તે પાછાં પતિ-પત્ની રૂપે જીવન વિતાવે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org