________________
૬૯૨
સ્થાનાંગ-સમવાયાંગઃ ૪ ઉપદેશ અને તેનું સાર્વભાષારૂપે પરિણમન એ બે અતિશયે કર્મક્ષયકૃત માનવામાં આવ્યા છે. જે ખાય નહીં તો બોલે કેમ એવા પ્રશ્નના જવાબમાં દિગંબરશાસ્ત્રકારોએ યુક્તિ એ આપી છે કે ભગવાનના ભામંડલમાંથી દિવ્ય ધ્વનિ નીકળે છે અને તેને દેવે અર્ધમાગધીમાં પરિણત કરે છે. અને તે જ ભાષા પછી સર્વભાષારૂપે પરિણત થાય છે. આને તે જ પ્રકારની બૌદ્ધ માન્યતા સાથે સરખાવવા જેવી છે.
હેમચંદ્રના મતે પણ ૩૪ અતિશનું વિભાજન જુદી રીતે છે અને અતિશના નામમાં પણ ભેદ છે. જન્મકૃત જેને તે સહોથ એવું નામ આપે છે એ ચાર છે. અહીં તેમની અભયદેવ સાથે લગભગ સમાનતા છે. ૧૧ અતિશયે કર્મક્ષયજ છે. આ અગિયારમાં અભયદેવસંમત બધા નથી આવી જતા. પણ ભાષાની બાબતમાં અભયદેવ અને હેમચંદ્ર એક છે. ત્યાર પછી હેમચંદ્ર ૧૯ અતિશયે દેવકૃત બતાવ્યા છે. અભયદેવને મતે દેવકૃત ૧૫ છે. આમાં હેમચંદ્ર એક ચારે તરફ મુખ દેખાય છે એ દેવકૃત અતિશય ગણાવ્યો છે પણ તે દિગંબરોને મતે કેવલજ્ઞાનકૃત છે. બીજો એક અતિશચ ત્રણ કેટની રચના–દેવકૃત બતાવ્યું છે – આનું નામનિશાન દિગંબરામાં નથી. વેતાંબરમાં પણ ૩૪ ની ગણતરીમાં એ આવતો નથી.
અતિશયો વિષે બીજા પણ મતભેદ મૂળ, અભયદેવ, હેમચંદ્ર અને દિગંબરમાં છે. તે સ્વયં વિચારી લેવા.
સામાન્ય રીતે એટલું કહી શકાય કે ૩૪ અતિશનું વિભાજન કરતી વખતે કોઈ એક નિશ્ચિત સિદ્ધાન્ત રાખીને આ વિભાજન કરવામાં નથી આવતું. કહેવા ખાતર જન્મ વગેરે કારણ સૌએ બતાવ્યાં છે પણ અમુક અતિશચ અમુક જ વર્ગમાં કેમ આવે–એના સમર્થનમાં જોઈએ તેવી પ્રબળ દલીલ નથી. એ વિભાજન સ્વેચ્છાચારી જણાય છે. વળી મૂળ સમવાયાંગમાં આવું વિભાજન નથી એ પણ બતાવે છે એ વિભાજન પછીના કાળનું છે. ૩. કુલકરે –
સ્થાનાંગમાં આ દશ કુલકરો અતીત ઉત્સર્પિણીના ગણાવ્યા છે. જ્યારે સમવાયાંગમાં અતીત ઉત્સર્પિણીના માત્ર સાત ગણાવ્યા છે. બન્નેના નામમાં તદ્દન ભેદ છે પણ સમવાયાંગ જે દશ નામે અતીત અવસર્પિણીનાં ગણાવે છે, તે નામો સાથે માત્ર બેને બાદ કરીએ તે બધાં બરાબર મળી રહે છે. અહીં સ્થાનાંગમાં ઉત્સર્પિણીને બદલે અવસર્પિણી
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org