________________
૨. કુલકરે-લે વ્યવસ્થાપકે બૃહદ્વાચનાને આધારે બીજા વધારાના અતિશયોનું પણ વર્ણન કરે છે. વળી ર થી પાંચ સુધીના અતિશને જન્મપ્રત્યય કહે છે અર્થાત તેમના તે અતિશયોમાં બીજું કારણ નહિ પણ જન્મ મુખ્યપણે કારણ છે. ૨૧ થી માંડીને બધા તથા બારમે અતિશય કર્મના ક્ષચજન્ય છે. અને બાકીના દેવકૃત છે. દિગંબરે ચેડા ફેરફાર સાથે ૩૪ અતિશયે માને છે તેમાં ૧૦ જન્મપ્રત્યય, ૧૪ દેવકૃત, અને દશ કેવલજ્ઞાનકૃત-કર્મક્ષયકૃત છે. તે આ પ્રમાણે – ૧. અત્યંત સુંદર શરી૨, ૨. અતિશય સુગંધમય શરીર, ૩. પરસેવાનો અભાવ, ૪. મલમૂત્ર રહિત શરી૨, ૫. હિત, મિત અને પ્રિચવચવાળા, ૬. અતુલ્ય બળ, ૭. દૂધ જેવું શ્વેત લેહી, ૮. શરીરમાં ૧૦૦૮ શુભ લક્ષણે, ૯. સમચતુરસ્ત્ર સંસ્થાન, ૧૦. વજsષભનારાચ શરીર,– આ દશ જન્મકૃત અતિશચ છે. ૧૧. અર્ધમાગધી ભાષા, ૧૨. પ્રભુના સાંનિધ્યમાં જો શત્રુતા ભૂલી જાય છે, અને મિત્ર બને છે, ૧૩. દિશાઓની નિર્મલતા, ૧૪. આકાશની નિર્મલતા, ૧૫. બધી ઋતુનાં ફલ– ફૂલ તથા ધાન્યાદિની ઉત્પત્તિ, ૧૬. યોજન સુધીની જમીન દર્પણ જેવી નિર્મળ થવી, ૧૭. ભગવાનના પગ તળે કમળરચના, ૧૮. આકાશમાં જયધ્વનિ, ૧૯. સુગંધી પવનનું મંદગતિએ વહેવું, ૨૦. સુગંધી જલની વર્ષા, ૨૧. ભૂમિને કટકશૂન્ય કરવી, ૨૨. બધા જીવોને આનંદ, ૨૩. ભગવાનની આગળ આગળ ધર્મચક, ૨૪. છત્ર, ચામર, ધ્વજા આદિ આઠ માંગલિક પદાર્થો, – આ ૧૪ અતિશયે દેવકૃત છે. ૨૫. એક યોજનમાં સુભિક્ષ, ૨૬. આકાશમાં ગમન, ૨૭. ચારે દિશામાં પ્રભુના મુખનું દર્શન, ૨૮. અદીનતા, ૨૯, ઉપસર્ગનો અભાવ, ૩૦. આહારને અભાવ, ૩૧. બધી વિદ્યાઓનું સ્વામીપણું, ૩૨. નખ અને કેશ વધતાં નથી, ૩૩. આંખના પલધરા થતા નથી, ૩૪. શરીરની છાયાનો અભાવ – આ દશ અતિશય કેવલજ્ઞાનકૃત છે.
અહીં ખાસ ધ્યાન દેવા જેવી વસ્તુ એ છે કે અભયદેવને મતે આહાર-નિહાર આંખથી અદૃશ્ય હોય છે એ જમકૃત અતિશય છે. જ્યારે દિગંબર મતે આવા સ્થાને આહારનો અભાવ એ અતિશચ માનવામાં આવ્યો છે અને તે જન્મકૃત નહિ પણ કેવલજ્ઞાનકૃત. આ મતભેદ વેતાબર-દિગંબરના કેવલીકવલાહાર વિષયક મતભેદની યાદ આવે છે. એમ જણાય છે કે બને પરંપરામાં આ પ્રકારના ૩૪ અતિશયેની કલ્પના બને સંપ્રદાયના તદ્દન જુદા પડ્યા પછીની છે. ૦ મતે અર્ધમાગધીમાં
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org