________________
૬૭૧
૨. દ્વિપસમુદ્રાધિકાર જલવૃદ્ધિ ૭૦૦ યજન પ્રમાણ છે. ત્યાર પછીના ૧૦૦૦૦ જન પ્રમાણ સમતલ સમુદ્રમાં આ વૃદ્ધિ નથી થતી. એટલે કે તે ૧૦૦૦૦ યોજનના સમતલમાં જલવૃદ્ધિ ૭૦૦ જન પ્રમાણ જ કાયમ રહે છે, એટલે મધ્યભાગમાં સત્તરસો જન પાણીની ઊંડાઈ છે. એ જ મધ્યમાં નીચે પાતાળકળશ હોવાથી સમુદ્રનું જળ ઉછાળા મારે છે તેથી તેની શિખા વધીવધીને મૂળ સપાટી પરથી એટલે કે તળિયાથી ૧૦૦૦ જનની ઊંચાઈ પરથી ૧૬૦૦૦ જન ઊંચી વધે છે. એટલે સર્વ મળી તે સ્થળે પાણીની ઊંડાઈ ૧૭૦૦૦ જન ઉત્કૃષ્ટ છે. આ શિખાની પહોળાઈ દશ હજાર યોજન પ્રમાણ સમતલ જેટલી છે. ૨૮. પાતાળકળશે –
લવણસમુદ્રમાં જે દશહજાર યોજન ચક્રવાલ વિષ્પષ્ણ જેટલી સમતળ ભૂમિ છે, તેમાં ચારે દિશાએ આ ચાર મહા પાતાળકળશે રહેલા છે. પૂર્વમાં વડવામુખ, પશ્ચિમમાં ચૂપ, ઉત્તરમાં, ઈશ્વર અને દક્ષિણમાં કેયૂપ છે. વિદિશાઓ લધુ પાતાળકળશથી ભરાઈ જાય છે. આ રીતે આખા સમુદ્રની ભૂમિ કળશોથી વ્યાપ્ત છે. પ્રત્યેક વિદિશામાં બધા મળી ૧૯૭૧ લઘુકળશો ૯ પંક્તિમાં હોય છે. ઘાતકીખંડથી માંડી જબુદ્વીપ તરફની - પંક્તિઓમાં ક્રમશ: આ પ્રમાણે હોય છે. ૨૨૩, ૨૨૨, ૨૨૧, ૨૨૦, ૨૧૯, ૨૧૮, ૨૧૭, ૨૧૬, ૨૧૫. એટલે કે ધાતકીખંડ પાસેની પંક્તિમાં ૨૧૫ પાતાળકળશે હોય છે. આમ ચાર વિદિશાના ૭૮૮૪ (૧૯૭૧૪૪ = ૭૮૮૪) થાય છે. મહા પાતાળ કળશના અધિપતિ દેવેની સ્થિતિ ૧ પલ્ય અને લઘુકળશના અધિપતિ દેવની સ્થિતિ અર્ધ પલ્ય છે. ર૯. વેલંધરનાગરાજેઃ
લવણસમુદ્રની વેલા–ધારા-શિખાના મુખ્ય બે પ્રકાર છે: વેલા અને અનુવેલા. ચારે દિશા તરફની તથા ઊંચી તે વેલા અને વિદિશા તરફની અનુવેલા કહેવાય છે. વળી બીજી રીતે પણ વેલાના ભેદ છે– બાહ્ય, આત્યંતર અને ઊર્ધ્વ, આભ્યન્તરને મધ્યવેલા પણ કહે છે. જે બૂદ્વીપ તરફની વેલા તે આત્યંતર, ઘાતકીપ તરફની વેલા તે બાહ્ય અને મધ્યભાગમાં જે ઊંચી શિખા જાય છે તે ઊર્વ. આ વેલાઓ પોતપોતાની મર્યાદાએ મૂકી આગળ ન વહી જાય તે માટે તેમને વેલંધર કે અનુલંધર નાગરાજે ધારણ કરી રાખે છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org